શ્રદ્ધાળુઓમાં પારદર્શિતાની આશા:અંબાજી મંદિરમાં કરાર આધારિત પાંચ કર્મચારીઓને છુટા કરાયા

અંબાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિસાબી અધિકારી, એસ્ટેટ ઓફિસર, નાયબ મામલતદાર, અને વહીવટી અધિકારી સહિત સુરક્ષા ગાર્ડને છુટા કરી નવી ભરતી થશે

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટમાં કરાર આધારિત ફરજ બજાવતા નિવૃત પાંચ સરકારી કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે.વાર્ષિક કરોડોની આવક ધરાવતા યાત્રાધામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટમાં આંગળી ના વેઢે ગણાય એટલા કાયમી કર્મચારીઓ હયાત છે. બાકીનો બધો વહીવટ ખાનગી એજન્સી (કોન્ટ્રાકટ ) સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

તેવામાં છેલ્લા પાંત્રીસ વર્ષથી દેવસ્થાન ટ્રસ્ટમાં કોઇ કાયમી કર્મચારીઓની ભરતી થઈ જ નથી પરિણામે વારંવાર વહીવટી ક્ષેત્રે ફરિયાદો ઉઠથી જ રહેવા પામી હતી ત્યારે સરકારએ જાહેર કરેલા નિયમ મુજબ નિવૃત કર્મચારીઓને છુટા કરવાને લઈ ટ્રસ્ટમાં મહત્વની ગણાતી જગ્યા એવી હિસાબી અધિકારી, એસ્ટેટ ઓફિસર, નાયબ મામલતદાર, અને વહીવટી અધિકારી સહીત સુરક્ષા ગાર્ડને ઇન્ચાર્જ વહીવટદાર અને દાંતા પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ દ્વારા છુટા કરવામાં આવ્યા છે. જેને લઈ હવે ટ્રસ્ટ ની વહીવટી કામગીરી માં પણ પારદર્શિતા આવવાની આશા શ્રદ્ધાળુઓ માં પ્રવર્તી છે.

અન્ય સમાચારો પણ છે...