જૂથ અથડામણ:દાંતાના નવાવાસ ગામમાં દવાખાના આગળ રોડ પર બમ્પ બનાવવા મુદ્દે બે જુથો વચ્ચે મારામારી

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામસામે આઠ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાતાં તપાસ

દાંતા તાલુકાના નવાવાસ ગામે દવાખાના આગળ રોડ ઉપર બમ્પ બનાવવાના મુદ્દે બે જુથો વચ્ચે મારામારી થવા પામી હતી. આ અંગે સામસામે આઠ વ્યકિતઓ ઉપર ફરિયાદ થઇ હતી.

દાંતા તાલુકાના નવાવાસ ગામે ફીજા કલીનીક નજીક આદમભાઇ અભરામભાઇ માણસીયાનું દૂધ ઢોળાઇ ગયું હતુ. આથી આઇશાબેન જાકીરભાઇ ખરોડીયાએ ત્યાં ઉભેલા મહેમુદહુસેન નુરમહમદ નાંદોલીયાને તમોએ આ દવાખાના આગળ માટીનો જમ્પ બનાવ્યો છે. તેના કારણે દૂધ ઢોળાયું છે. તેમ કહેતા મહેમુદહુસેને અપશબ્દો બોલ્યા હતા. દરમિયાન સાંજના સુમારે આઇશાબેન પસાર થતાં હતા. ત્યારે મહેમુદહુસેન નોંદોલીયા, અજીદભાઇ નુરમહંમદ નાંદોલીયા, મંજરભાઇ નુરમહમદ નાંદોલીયા અને સોકતભાઇ અબ્દુલભાઇ નાંદોલીયા ઉશ્કેરાઇ જઇ આઇશાબેન, ઇલીયાસભાઇ, અબુબકરભાઇ, ગફુરભાઇ, યાશીનભાઇ, જાકીરભાઇ, હીફજુરહેમાનને ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી હતી.

આ અંગે તેણીએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે મહેમુદહુસેન નુરમહમદ નાંદોલીયાએ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગફુરભાઇ ઇસ્માઇલભાઇ ખરોડીયા, યાસીનભાઇ ઇબ્રાહીમભાઇ ખરોડીયા, જાકીરભાઇ ઇબ્રાહીમભાઇ ખરોડીયા અને હીફજુરહેમાન યાસીનભાઇ ખરોડીયાએ દવાખાના આગળ કેમ બમ્પ બનાવ્યો છે. તેમ કી અપશબ્દો ઉચ્ચારી ઇરફાનભાઇના માથામાં બેટ, શરીફાબેનને મોઢાના ભાગે લાકડી, ફરહાદેબાને શાકભાજીનું કેરેટ તેમજ મહેમુદભાઇને ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી હતી. પોલીસે બંને ફરીયાદના આધારે આઠ વ્યકિતઓ સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...