અકસ્માત:અંબાજી પાસે પંચમહાલના પરિવારોની જીપ ખાઇમાં ખાબકી : 12 વ્યક્તિઓને ઇજા

અંબાજી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર અંબાજી દર્શન કરી સુંધામાતા તરફ જતા હતા આ દરમ્યાન અકસ્માત નડ્યો

પંચમહાલ જીલ્લાના પરિવારો ગુરૂવારે યાત્રાધામ અંબાજી દર્શન કરી સુંધામાતા તરફ જઇ રહ્યા હતા. ત્યારે શિતળામાતાના મંદિર પાસે જીપ ખાઇમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 વ્યકિતઓને ઇજાઓ થવા પામી હતી. જેમને અંબાજી અને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જોકેપ આ અકસ્માતમાં જાનહાની ટળતાં સ્થાનીકોએ રાહતનો દમ લીધો હતો હતો.

પંચમહાલના હાલોલ અને ગોધરાના જુદાજુદા પરિવાર ગુરૂવારે યાત્રાધામ અંબાજી દર્શનાર્થે આવ્યા હતા. જ્યાંથી જીપ નં. જીજે. 17.એએચ.0411માં સુંધામાતા તરફ જઇ રહ્યા હતા. ત્યારે આબુ જવાના માર્ગે શિતળામાતાના મંદિર નજીક જીપ ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં જીપ ખાઇમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 વ્યકિતઓને ઇજાઓ થતાં અંબાજી અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.બનાવને પગલે જાનહાની ટળતાં ઉપસ્થિત તમામે રાહતનો દમ લીધો હતો.

ઇજાગ્રસ્તોના નામ
1. શીતલબેન એસ પઢીયાર (રહે. ગોધરા)
2. સુરેશભાઇ જે. પઢીયાર (રહે. ગોધરા)
3. રમેશભાઇ રગાજી પઢીયાર (રહે. ગોધરા)
4. ગુડ્ડીબેન એચ મારવાડી (રહે. હાલોલ)
5. મહેશભાઇ જી. પ્રજાપતિ (રહે. લુણાવાડા)
6. દિનેશભાઇ મીર (રહે. હાલોલ)
7.અંજલી સુરેશભાઇ પઢીયાર (રહે. ગોધરા)
8.નિલેષભાઇ એન બારીયા (રહે. હાલોલ)
9. દિનેશભાઇ આર મારવાડી (રહે. હાલોલ)
10. આશાબેન સી પરમાર (રહે. હાલોલ)
11. સવાભાઇ વી. પરમાર (રહે. હાલોલ)
12. કનુભાઇ એસ. પટેલ (રહે. હાલોલ)

અન્ય સમાચારો પણ છે...