દુર્ઘટના:દાંતાના મોટાસડા નજીક ડીવાઈડર કુદીને કાર રોંગ સાઇડમાં ટ્રક સાથે અથડાઈ, કારચાલકનું મોત

અંબાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારનો કચ્ચઘાણ નીકળી ગયો,જોરદાર ટક્કર વાગતાં ટ્રક પલટી ખાઈ

પાલનપુર- અંબાજી માર્ગ ઉપર દાંતા નજીકના મોટાસડા નદીના પુલના વળાંકમાં મંગળવારે બપોરના સુમારે પુરઝડપે આવી રહેલી કાર ડિવાઇડર કુદી રોંગ સાઇડમાં ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કાર ચાલકનું 108માં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

મોટાસડા પુલના વળાંકમાં પુરઝડપે પસાર થઇ રહેલી કાર નં. જીજે. 05. સીએલ. 8759ના ચાલક જલોત્રાના ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા અલ્કેશપુરી સુમતીપુરી ગૌસ્વામી (ઉ.વ.37)એ કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર કુદી સામેની રોંગ સાઇડે ધસી ગઇ હતી.

જ્યાં ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારનો કચ્ચઘાણ નીકળી ગયો હતો. જેમાં અલ્કેશપુરીને ગંભીર ઇજાઓ થવા થતાં જલોત્રા 108ના પાયલટ ગુલાબસિંહ બારડ અને ઇએમટી ખુશ્બુબેન મન્સુરીએ વાનમાં જ સારવાર આપી જલોત્રા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. યુવકના મોતને પગલે જલોત્રા ગામમાં શોક પ્રસરી ગયો હતો.ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રક પણ પલટી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...