સોનાનું દાન:અંબાજીમાં મુંબઈના ભક્ત દ્વારા રૂ.16.50 લાખનું 350 ગ્રામ સોનું માં અંબાના ચરણમાં અર્પણ કર્યું

અંબાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ અંબાજીમાં ગુરુવારે સવારે મુંબઈના માઈભક્ત દ્વારા રૂ.16.50 લાખના 350 ગ્રામ સોનું માં અંબાના શ્રી ચરણમાં ભેટ ધર્યું હતું. પોતાનું નામ જાહેર ન કરવાની શરતે માઇભક્તે માતાજીની પૂજા અર્ચના અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં 100 ગ્રામના 3 અને 50 ગ્રામના 1 બિસ્કિટનો સમાવેશ થાય છે. અંબાજી મંદિર ખાતે વિવિધ ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...