તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદાવ્રત:અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં ભોજન નિઃશુલ્ક કરવા ભક્તોની માંગ

અંબાજી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દેવસ્થાન ટ્રસ્ટ માત્ર એક ટહેલ નાખે તો 365 દી સદાવ્રતમાં દાણો પણ ન ખૂટે

શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં માં ના દર્શનાર્થે આવતા સેંકડો શ્રદ્ધાળુઓમાં ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં અંબાના રાજભોગ સમા પ્રસાદ સ્વરૂપ ભોજન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. વર્ષે લાખ્ખોની સંખ્યામાં ભોજન ગ્રહણ કરાવતા ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયને યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરવા વિશ્વભરમાં વસતા માઈભક્તોમાં માંગ ઉઠી છે.

વિશ્વભરમાં વસતા માઇભક્તોની આસ્થાના પ્રતિક સમા શક્તિપીઠ યાત્રાધામ અંબાજીને દેવસ્થાન ટ્રસ્ટની એક માત્ર ટહેલને લઈ માતાજીનું મંદિર સુવર્ણમય બની ગયું. હજુ પણ દાનવીરોના દાનનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના મોખરાના ગણાતા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કે જ્યાં દેશ અને વિદેશથી સેંકડો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરવા આવે છે. અને અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં માં અંબાનો પ્રસાદ સ્વરૂપ ભોજન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા ચાલતા ભોજનાલયને યાત્રિકો માટે નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી કરવાની પણ પ્રબળ માંગ શ્રદ્ધાળુઓમાં પ્રવર્તી છે. જોકે આ માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માત્રને માત્ર એક ટહેલ નાખવામાં આવે તો 365 દિ સદાવ્રતમાં દાણો પણ ન ખૂટે તેવો મત યાત્રિકવર્ગમાં પ્રવર્ત્યો છે.

અન્ય તીર્થધામોમાં સદાવ્રત તો અંબાજીમાં કેમ નહીં ?
અંબાજી દર્શનાર્થે આવેલા રાજકોટના અશ્વિનભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ ગુજરાતમાં નાના-મોટા અનેક તીર્થધામોમાં આજે પણ સદાવ્રત ચાલે છે. જ્યાં 365 દિવસ ચાલતા રસોડાના ભંડારમાં દાણો પણ ખૂટતો નથી ત્યારે અંબાજી ધામ તો સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. આવશ્યકતા છે માત્રને માત્ર ટ્રસ્ટની એક ટહેલની.’

વર્ષે ટ્રસ્ટના દફ્તરે કરોડોનું નુકશાન
મંદિર ટ્રસ્ટના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વર્ષ 2020-21ના કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિને બાદ કરતા વર્ષ 2018-19માં 19 લાખ અને વર્ષ 2019-20 માં 15.5 લાખ યાત્રિકો અંબિકા ભોજનાલયમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તે જોતા વર્ષ 2018-19 રૂ.5.22 કરોડ અને વર્ષ 2019-20માં રૂ.4.43 કરોડ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાનગી એજન્સીને ચૂકવવામાં આવ્યા છે.આમ 2 વર્ષમાં મંદિર ટ્રસ્ટને રૂ.9.65 કરોડનું નુકશાન ભોગવવું પડ્યું છે.

છેલ્લા પાંચ વર્ષની માહિતી

વર્ષઆવકખર્ચનુકસાન

પ્રસાદ લેનાર ભક્તો

2015-162.18 કરોડ6.77 કરોડ4.59 કરોડ18.50 લાખ
2016-172.34 કરોડ6.83 કરોડ4.49 કરોડ16.60 લાખ
2017-182.45 કરોડ7.73 કરોડ5.28 કરોડ17.12 લાખ
2018-192.59 કરોડ7.71 કરોડ5.12 કરોડ19.83 લાખ
2019-202.59 કરોડ7.01 કરોડ4.42 કરોડ19.17 લાખ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો