તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તોની માંગ:અંબાજી મંદિર અને ગબ્બર પર પ્રજ્વલિત અખંડ જ્યોતમાં ગાયનું ઘી વાપરવા માંગ

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને જગ્યાએ વર્ષે 3102.50 કી.ગ્રા. ઘીનો વપરાશ થાય છે
  • જ્યોત ઉપરાંત યજ્ઞ, પ્રસાદ સહિતમાં પણ ગાયનું ઘી ઉપયોગમાં લેવા ભક્તોની લાગણી

એકાવન શક્તિપીઠો પૈકીનું એક મહત્વનું શક્તિ પીઠ યાત્રાધામ અંબાજી સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. શક્તિપીઠ અંબાજી ગબ્બર માતાજીનો હ્નદયનો ભાગ હોવાને લઈ માઈ ભક્તોમાં અનેરી શ્રદ્ધા ધરાવે છે. ગબ્બર શક્તિપીઠ પર માતાજીની અખંડ જ્યોત આદિ અનાદિ કાળથી પ્રજ્વળી રહી છે. તે વળી નીજ માતાજી મંદિરમાં પણ એક જ ક્ષિતિજમાં સામ સામે અખંડ જ્યોત પ્રજ્વળે છે. માતાજીની અખંડ જ્યોતમાં જ વર્ષે કુલ મળી 3102.50 લીટર ઘીનો વપરાશ થાય છે.

જ્યારે અન્ય મંદિરો સહીત માતાજીની પૂજા, અર્ચના, પ્રસાદ, માતાજીના થાળથી માંડી મંદિર યજ્ઞશાળાથી માંડી અંબાજીમાં થતા યજ્ઞ યજ્ઞાદિમાં અધધ કહી શકાય તેટલો દેશી ઘી નો વપરાશ થાય છે. ત્યારે માતાજીની વિવિધ પૂજા અર્ચના યજ્ઞ યજ્ઞાદિ સહીત માતાજીના પ્રસાદમાં શુદ્ધ ગાયનું ઘી વાપરવામાં આવે તેવું પ્રશાસન દ્વારા નિર્ણય લેવા માટે સેંકડો માઈ ભક્તોની માંગ ઉઠી છે.’

અન્ય સમાચારો પણ છે...