તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગંભીર આક્ષેપ હોવા છતાં અંબાજી ઉત્તર રેન્જના આરએફઓનું પ્રમોશન આપતાં વિવાદ સર્જાયો

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલીન દાંતા જંગલ વિભાગની પશ્ચિમ રેન્જમાં વનપાલ સામે ત્રણ વર્ષ અગાઉ વિવિધ 5 મુદ્દાની ગેરરીતિ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પ્રમોશન આપ્યું હોવાનો આક્ષેપ

તત્કાલીન દાંતા જંગલ વિભાગની પશ્ચિમ રેન્જમાં વનપાલ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને વર્તમાન અંબાજી ઉત્તર રેન્જના આર.એફ.ઓ.ના પ્રમોશન અંગે ભારે વિવાદ સર્જાયો છે. એક અરજદાર દ્વારા આ અંગે વનપાલ નવાવાસની કથિત ગેરરીતિ સંદર્ભે વિવિધ પાંચ મુદ્દા હેઠળ તપાસની માંગ કરી હતી.પરંતુ તપાસ તો એક તરફ અને વનપાલને આર.એફ.ઓ.નું પ્રમોશન મળી જતા જંગલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે પણ પ્રજામાં અનેક આશંકાઓના તાણાવાણા સર્જાવા પામ્યા છે.

અંબાજીની ઉત્તર રેન્જના વિવાદિત બનેલા પરિક્ષેત્ર વન અધિકારી પી.એમ.ભૂતળિયા વધુ એક ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જેને લઇ પ્રજામાં જંગલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે પણ અનેક આશંકાઓ સર્જાવા પામી છે. આ અંગે અરજદાર રસીદખાન બિહારીના જણાવ્યા મુજબ વર્ષ 2017 દરમ્યાન હાલના આર.એફ.ઓ. પી.એમ.ભૂતળિયા દાંતાની જંગલ વિભાગની પચિમ રેન્જમાં આવતા નવાવાસ બીટમાં વનપાલ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન તેમના દ્વારા સરકારી કામોમાં ગંભીર ગેરરીતિ કરવામાં આવી હતી.

આ અંગે અમોએ વિવિધ પાંચ મુદ્દા હેઠળ જંગલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ લેખિત જાણ કરી હતી. પરંતુ આ અંગે આજ સુધી કોઈજ તપાસ કરાઈ નથી અને ઉલ્ટાનું વનપાલમાંથી આર.એફ.ઓ.નું પ્રમોશન મળી ગયુ તે બાબત જ એક તપાસનો વિષય બની છે. જો કે, આ અંગેની તપાસ દાંતા પશ્ચિમ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીને પણ આપી હતી. જો કે,આ અંગે તપાસ અધિકારી અને દાંતા પશ્ચિમ રેન્જના આર.એફ.ઓ. મુકેશ કુમાર માળીનો સંપર્ક કરતા તેમણે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

આ મુદ્દે તપાસ ની માંગ કરાઈ હતી

  • મોજે વઝાસના JBIC માં માટી પાળા નવીન બનાવવાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે તે પ્લોટમાં કોઈ જૂનો માટી પાળો બનાવેલ ન હોવા છતાં રીપેરીંગ ખર્ચ કઈ રીતે ઉધરેલ છે ? તેમજ માટી પાળા કોઈ ક્વોરી લીઝ ધારક એ અગાઉના વર્ષમાં જંગલ વિસ્તારમાં બનાવેલ હતો તેના નામે ગુનો પણ નોંધાયેલ હતો.
  • આંબા ઘાટ FDA મંડળીમાં જંગલ સર્વે ન. 2માં પથ્થર દીવાલ રીપેરીંગ કરેલ છે જે અગાઉના વર્ષમાં અછત હેઠળ બનાવેલ હતી. તેમજ છેલ્લા દસ વર્ષ માં સતત દીવાલ રીપેરીંગ તેમજ નવીન દીવાલ એ રીતે ખર્ચ પડેલ છે.
  • આબાઘાટ FDA મંડળી ના વાસણો દર વર્ષે ભાડે અપાય છે. તો આ રકમ મંડળી ના ક્યાં હેડે જમા થાય છે ?
  • વનપાલ ભૂતડીયા નવાવાસ પશ્ચિમ રેન્જમાં હાજર થયા ત્યારથી તેઓના હસ્તકની તમામ મંડળીના વાઉચરોમાં કોઈ આર. એફ. ઓ. કે પ્રમુખની સહીઓ નથી. તેમ છતાં સતત આટલી મોટી ગ્રાન્ટ વિભાગીય કચેરીથી કઈ રીતે ફાળવવામાં આવી ?
  • વનપાલ નવાવાસ તેમજ વિભાગીય કચેરીમાં મંડળીઓનું બજેટ સંભાળનાર મળીને કેટલું ખોટું કર્યું છે ? આ તમામ મુદ્દાના આક્ષેપ સાથે તપાસની માંગ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...