દાંતામાં રખડતા ઢોરમાં ખરવાના રોગે ભરડો લીધો છે. સમયસર સારવાર ના અભાવે મૂંગા પશુઓ મોતના મુખમાં ધકેલાતા પ્રજામાં ભારે અરેરાટી પ્રસરી રહી છે. ગ્રામ પંચાયત, પશુ ચિકિત્સક દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઊઠી છે.
દાંતા તાલુકા મથકે રખડતા ઢોરની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને આખલાઓની સંખ્યા સવિશેષ જોવા મળી રહી છે. બીજી તરફ નધણિયાતાં પશુધનમાં ખરવાના રોગે ભરડો લઈ લીધો છે. જેને કારણે સમયસર સારવાર ના અભાવે કેટલાયે પશુ (ગોધન) મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે તો કેટલાયે મૂંગા પશુઓ જાહેરમાં તડપી રહ્યા છે. જેને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી પ્રસરી છે.
સ્થાનિક ગ્રામ પંચાયત સહિત પશુ ચિકિત્સક દ્વારા આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની પણ પ્રબળ માંગ ઉઠી છે. જોકે તાલુકા મથકે એક જમાનાનો હયાત ઢોરવાડો આજે શોધ્યો પણ જડતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.