તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દાંતા હાઇવે પર બસ સ્ટેન્ડ પર અંધારપટ

અંબાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માર્ગ પર આવેલ તાલુકા મથક દાંતાના હાઇવે બસ સ્ટેન્ડ પર રાત્રી પડેને અંધારપટ છવાઈ જાય છે.

જોકે સ્થાનિક પ્રજા સહીત દૂરના અંતરેથી આવતા મુસાફરો સહીત યાત્રાધામ અંબાજી દર્શનાર્થે જતા પદયાત્રીઓને રાત્રી દરમિયાન કોઈ તકલીફ ન પડે અને રાત્રી પ્રકાશ મળી રહે તે માટે થઈ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે રતનપુરથી દાંતા-અંબાજી માર્ગ પરની આદર્શ નિવાસી શાળા અને ત્રિશુળીયા ઘાટ પર અન્ડરગ્રાઉન્ડ કેબલ દ્વારા લાઈટની વ્યવસ્થા માટે વીજપોલ ઉભા કરવામાં આવ્યા છે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ જે તે ગ્રામ પંચાયતને કબ્જો સુપ્રત કરી વીજળીની વ્યવસ્થા કરવાનું આર એન્ડ બી દ્વારા કહેવામાં આવ્યું હોવાનું તે સમયે નાયબ કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું હતું. જોકે આ બાબતને પણ લાંબી માસિક અવધિ વિતવા છતાં આજે પણ માર્ગ પર લાઇટિંગની સુવિધા પ્રજાને નસીબ થઈ નથી. જેને લઇ રાત્રી દરમિયાન જાહેર માર્ગ પર અંધારપટ છવાઇ જાય છે. અને કરોડોના ખર્ચે ઉભા કરવામાં આવેલ વીજપોલ શોભાના ગાંઠિયા જેવા પુરવાર થઇ રહ્યા છે.તસવીર-તેજસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...