તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાંતાના થાણા ગામમાં બિહારના સાધુ પાસેથી ‌‌રૂ 1.12 લાખનો ગાંજો ઝડપાયો

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર સીપીઅાઇ- દાંતા પોલીસનું સંયુકત ઓપરેશન હાથ ધરી મંદિર પાસે ખેતરમાં ગાંજાની ખેતી કરનાર સાધુને ઝડપ્યો

દાંતા તાલુકાના થાણા ગામે મંદિર નજીક આવેલા ખેતરમાં ગાંજાની ખેતી કરનારા બિહારના સાધુને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 1.12 લાખનો ગાંજાનો જથ્થો કબ્જે લેવાયો હતો. પાલનપુર સીપીઆઇ અને દાંતા પોલીસે આ સંયુકત ઓપરેશન પાર પાડયું હતુ. દાંતા તાલુકાના થાણા ગામે ગાંજાની ખેતી કરી હોવાની માહિતી મળતાં પાલનપુર સીપીઆઇ એન. ડી. અસારી અને દાંતા પીએસઆઇ એચ.એલ.જોષીએ ટીમ સાથે ઓચિંતો છાપો માર્યો હતો.

જ્યાં ગામની સીમમાં રહેતા મુળ બિહારના બેગુશરાઇ જીલ્લાના મઠીયાણી તાલુકાના શેરનીયા ગામનો નિરંજનદાસ વિરમહરાજએ દોતાળીયા વિરમહારાજના મંદિરની જગ્યાએ પોતાના કબ્જા-ભોગવટાના ખેતરમાં વાવેલા 8 કિલો ગ્રામ વજનના રૂ.80,000ની કિંમતના ગાંજાના 66 છોડ,રહેણાંક ઘરમાંથી રૂ.26,700ના ગાંજાના ડાળી-ડાળખા-પાંદડાનો 2.670 ગ્રામનો જથ્થો, 2 મોબાઇલ મળી કુલ રૂ.1,12,200નો મુદ્દામાલ કબ્જે લઈ નિરંજનદાસ સામે દાંતા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...