તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિપાવલીની આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી બાદ આજે સોમવારે બેસતા વર્ષના દિવસે િવક્રમ સવંત 2077નો પ્રારંભ થશે. લોકો કોરોના સામે જંગ જીતવાના નિર્ધાર સાથે અદમ્ય ઉત્સાહ વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરશે. જેમાં નવા વેપાર-ધંધાની શરૂઆત કરી પૂજા-અર્ચના કરશે. િજલ્લાવાસીઓ સંબંધીઓના ઘરે જઇ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. અંબાજી મંદિરે અન્નકૂટ ધરાવાયો હતો દરમિયાન કોરોના સંક્રમણ ન વધે તેનું ધ્યાન રાખવા પણ દિવ્ય ભાસ્કર દ્વારા જણાવાયું છે. જિલ્લાવાસીઓએ શનિવારે િદપોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. લોકોએ પોતાના મકાનને ઉંબરે દીવડા પ્રગટાવી તેમજ રોશનીથી સુશોભિત કર્યા હતા અને મોડી રાત સુધી ફટાકડા ફોડી આતશબાજી કરી આનંદ મનાવ્યો હતો.
જેને લઇ આકાશમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન આજે સોમવારે વિક્રમ સવંત 2077નો પ્રારંભ થશે. લોકો કોરોના સામે જંગ જીતવાના નિર્ધાર સાથે અદમ્ય ઉત્સાહ વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરશે. નવા વર્ષને લઇ યાત્રાધામ અંબાજી, બાલારામ મહાદેવ, હર ગંગેશ્વર, મગરવાડા મણીભદ્રવીર, ડાલવાણામાં વારંદાવિર, ડીસાના જલારામ મંદિર, ગાયત્રી મંદિર, ઢીમામાં ધરણીધર ભગવાન, નડેશ્વરી ધામ, ધાનેરાના સાંકડ ગામે નકળંગજી ભગવાન સહિતના યાત્રાધામો શ્રધ્ધાળુઓથી ઉભરાશે. આજના દિવસે વેપારીઓ તેમની દુકાનો, પેઢીઓ તેમજ નવા વેપારી ધંધાની શુભ શરૂઆત કરશે. આજના દિવસે કેટલાક લોકો પોતાના ઘરમાં નવા વાહનો સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદશે. આ ઉપરાંત નાના મોટા સહુ માતા-પિતા, વડીલોના આશીર્વાદ મેળવી તેેમજ સગા-સબંધઈઓના ઘરે જઇ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.