હુમલો:દાંતાના ટેકરી ગામે લોનનો હપ્તો લેવા ગયેલા કર્મચારીને મારમાર્યો

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માથાના પાછળના ભાગે કોદાળી મારી ઇજા પહોચાડી

દાંતા તાલુકાના ટેકરી વિસલાણ ગામે ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલા કર્મચારી ઉપર હૂમલો કરાયો હતો. જેના માથાના પાછળના ભાગે કોદાળી મારી ઇજા પહોચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા હતા.આ બનાવને લઈ ચકચાર મચી ગઈ છે. અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દાંતા તાલુકાના ભચડીયાના પ્રભાતભાઇ અમરતભાઇ રબારી દાંતામાં મહેન્દ્રા ઓમ ફાઇનાન્સમાં નોકરી કરે છે. જેઓ ટેકરી વિસલાસણ ગામે રધાજી માલાજી ઠાકોરના ઘરે ફાઇનાન્સનો હપ્તો લેવા ગયા હતા. જોકે, તેમણે નાણાં આપવાની ના પાડતાં પ્રભાતભાઇ આ બાબતે ફાઇનાન્સના કર્મચારી સાથે ટેલિફોનથી વાત કરવા જતાં ઉશ્કેરાયેલા રઘાજીએ અપશબ્દો બોલી પ્રભાતભાઇના માથાના પાછળના ભાગે કોદાળી મારી હતી. જેમને પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે અમરતભાઇ રબારીએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...