તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:અંબાજી મંદિરનો કર્મચારી દારૂના જથ્થા સાથે ઝડપાયો

અંબાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રૂ.1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

યાત્રાધામ અંબાજી મંદિરમાં આઉટ સોર્સીંગ તરીકે કામ કરતો એક કર્મચારી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ જવા પામ્યો હતો. અંબાજી પોલીસે રૂ.1,37,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.

અંબાજી પોલીસ બુધવારની રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક ચા ની કીટલી પાસે સિલ્વર કલરની મારૂતિ અલ્ટ્રો કાર નંબર જીજે-14-જે-8392 પર શંકા જતા કારની તલાસી લીધી હતી. જ્યાં કારમાંથી વિદેશી દારૂની 42 બોટલ સાથે અંબાજીના જ રહેવાસી હર્ષ હરેશભાઈ દવેને રંગે હાથ ઝડપી લીધો હતો. જેમની પાસેથી રૂ.1,37,000 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને લઇ ઘટના અંબાજીમાં ટોક ઓફ ટાઉન બની જવા પામી છે. ત્યારે ઝડપાયેલો શખ્સ અંબાજી મંદિરમાં આઉટ સોર્સીંગ કર્મચારી હોવા સાથે હોમગાર્ડ જવાન હોવાનું પણ બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો