તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંબાજીની આનંદશ્રી મલ્ટી પર્પજ કો.ઓ. સોસા.ના લેભાગું સંચાલકોનું મુંબઈ કનેકશન

અંબાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 ભેજાબાજોએ 348 લોકો પાસેથી રૂપિયા 63.15 લાખ ખંખેર્યા હતા
 • સંચાલકોને અમદાવાદની મીરજાપુરમાં GPID એક્ટની સ્પે.કોર્ટમાં રજૂ કરાયા
 • સંચાલકો 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

અંબાજીમાં 5 ભેજાબાજોએ ભેગા મળીને આનંદશ્રી મલ્ટી પર્પજ કો ઓપરેટીવ સોસાયટી ઉભી કરી ગ્રાહકો પાસેથી 63.15 લાખનુ રોકાણ કરાવી ગ્રાહકોને પાકતી મુદતે 1.12 કરોડ રૂપિયા ન આપતા છેતરપીંડી કરનારા સંચાલકોને પોલીસે અમદાવાદની મીરજાપુરમાં GPID Actની સ્પે.કોર્ટમાં લઈ રજૂ કરતા સ્પે. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પ્રાથમિક તપાસમાં મુંબઈ કનેક્શન ખુલ્યુ છે, જુદી જુદી શાખાઓના 348 ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે. આ આરોપીઓ પાલનપુર દાંતા અને અંબાજીમાં ઓફિસો ખોલીને ગ્રાહકો અને એજન્ટોને ઊંચા વળતરથી આકર્ષતા અને રોકાણ કરાવડાવતા હતા.

દાંતાના પ્રતાપજી કુબેરજી દાવડાની ફરિયાદ બાદ એસીપી સુશીલ અગ્રવાલે જુદી જુદી બે ટીમો બનાવી કનકસીંગ એલ રાઠોડ, કિરણભાઈ નરસીંહભાઈ પટેલ, અમરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ગોવિંદભાઇ અભેરાજભાઇ ચૌધરી અને ગોપાલસીંહ ભગવતસીંહ સોલંકીની અટકાયત કરી તેમની સામે ધી ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટની 2003 એકટ ( ઇન ફાઇનાશીયલ એસ્ટાબ્લીસમેન્ટ ) કલમ 3 મુજબનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન આ ગુન્હાને લઈ સ્પે. કોર્ટ રાજયમાં એકમાત્ર મીરજાપુર ખાતે ચાલતી હોઈ ઝડપાયેલા તમામ 5 આરોપીઓને અમદાવાદ લઈ જવાયા હતા.

આ અંગેની વિગતો આપતાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે " આરોપીઓએ ખરેખર કેટલા લોકોને ભોગ બનાવ્યા છે? આરોપીએ આ નાણાનું કયા કયા ઉપયોગ કર્યો છે? હજુ અન્ય કયા-કયા આરોપીઓ સમગ્ર મામલામાં સંડોવાયેલા છે? સહિતના જુદા-જુદા પ્રશ્નો ના જવાબો મેળવવા માટે મિરઝાપુર ની સ્પેશિયલ કોર્ટમાં આરોપીઓના રિમાન્ડ માગવામાં આવ્યા હતા જેમાંથી 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

મુંબઈની ટિપ્સના આધારે નેટવર્ક
ઝડપાયેલા તમામ આરોપીઓ પાલનપુર, વડગામ ,હિંમતનગર ,મહેસાણા ના છે જેઓ મુંબઈની ટિપ્સના આધારે સમગ્ર નેટવર્ક ચલાવતા હોવાની શક્યતાના પગલે પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

ઝડપાયેલા આરોપીઓ
​​​કનકસીંગ એલ રાઠોડ સી.ઇ.ઓ રહે.મોયદ તા.પ્રાંતિજ
કિરણભાઈ નરસીંહભાઈ પટેલ ડાયરેક્ટર રહે.બાદરપુરા તા.પાલનપુર જી.બનાસકાંઠા તથા { અમરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ડાયરેક્ટર રહે.છઠીયારડા તા.જી.મહેસાણા
ગોવિંદભાઇ અભેરાજભાઇ ચૌધરી બ્રાન્ચ મેનેજર રહે. સોસા તા.વડગામ
ગોપાલસીંહ ભગવતસીંહ સોલંકી સ્ટેટમેન્ટ સીગ્નેટરી રહે.સોનલપાર્ક સોસાયટી હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો