શક્તિ અને ભક્તિનો દ્વાર:અંબાજી મંદિરમાં આકર્ષક રોશની, માઁ અંબાના મંદિરને પણ આકર્ષક રોશનીથી  સઝાવટ  કરવામાં આવી છે

અંબાજી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નૂતન વર્ષે અંબાજીમાં માઁ અંબાના દર્શન કાજે ભક્તોનો મહેરામણ ઉમટશે. ત્યારે નવા વર્ષે માતાજીના આશીર્વાદ લેવા આવતા શ્રદ્ધાળુઓને સત્કારવા દેવસ્થાન ટ્રસ્ટ પણ સજ્જ બન્યું છે. તો બીજી તરફ પ્રકાશના પર્વે આદ્યશક્તિ માઁ અંબાના મંદિરને પણ આકર્ષક રોશનીથી સઝાવટ કરવામાં આવી છે. શક્તિનો દ્વાર સુખના દ્વાર બને તેવી શ્રદ્ધા સાથે પ્રાચીન શૈલીથી શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શક્તિ દ્વાર નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યાંથી માં અંબાના ભવ્યાતી ભવ્ય મંદિરનો કલાત્મક નજારો જોઈ સૌ કોઈ ભાવવિભોર બની જાય છે.