અકસ્માત:અંબાજીમાં ટ્રેઇલર નીચે કચડાતાં એકટીવા સવાર યુવતીનું મોત

અંબાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંબાજીમાં રવિવારે ટ્રેઇલર ચાલકે અચાનક ટર્ન લેતાં પાછળના ટાયરમાં એક સ્કુટી આવી ગયું હતુ. આ અકસ્માતમાં એકટીવાની પાછળ બેઠેલી યુવતીનું મોત નિપજ્યું હતુ. આ અંગે અંબાજી પોલીસ મથકે ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંબાજી ખાતે ડી. કે. ત્રિવેદી માઇન્સ જવાના રસ્તા ઉપર રવિવારે ટ્રેઇલર નં. આર. જે. 24.જીએ. 1132ના ચાલકે અચાનક ટર્ન મારતાં એકટીવા નં. જીજે. 08.બી.કયુ.8043 પાછળના ટાયરમાં આવી ગયું હતુ. આ અકસ્માતમાં એકટીવાની પાછળ બેેઠેલા પલ્લવીબેન (ઉ.વ. 25)ને માથા તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. આ અંગે મુળ થરાદ તાલુકાના કરબુણ ગામના અને હાલ અંબાજી ગબ્બર એકાવન શકિતપીઠમાં પુજારી ગૌતમભાઇ મણીલાલ ત્રિવેદીએ અંબાજી પોલીસ મથકે ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...