તપાસ:દાંતા વણઝારા તળાવમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સંતાનોના પિતાના મોતને લઇ પંથકમાં અરેરાટી પ્રસરી

દાંતા નજીક આવેલા વણઝારા તળાવમાં ડૂબી જતા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. તાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પપ્પુભાઈ ગણેશભાઈ માજીરાણા (ઉં.વ.22) બે સંતાનોના પિતા શનિવાર બપોર ઘરેથી નીકળ્યા હતા. સાંજે ઘરે પરત ન આવતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી. ત્યારે પપ્પુભાઇ નજીકના વણઝારા તળાવમાં ડૂબ્યો હોવાના વાવડ મળ્યા હતા.

જેને લઈ તળાવમાં શોધવા માટે ભારે જહેમત કરી હતી. આ ઘટનાની જાણ દાંતા પોલીસને થતા પોલીસ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. જ્યાં રવિવારે સવારે આસપાસના સ્થાનિકોની મદદથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેને પોલીસે દાંતા રેફરલમાં પી.એમ.અર્થે ખસેડી મૃતકના ભાઈ પ્રવીણભાઈ માજીરાણાની ફરિયાદના આધારે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...