તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાંતા તાલુકાના રતનપુર ગામનો શખ્સ એક સગીરાનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો.જેણે આબુરોડથી જોધપુર હાઇવે ઉપર ચાલુ લકઝરી ગાડીમાં તેણીની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે મદદગારી કરનારા સહિત બંને સામે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાંતા પંથકમાં બનેલી ઘટનાની વિગતો એવી છે કે, રતનપુરના વિક્રમભાઇ ભીખાભાઇ સેનમાએ વડગામ તાલુકાના નવાવાસ (કાલેડા)ના સંજયભાઇ દલશાભાઇ મકવાણાની મદદથી એક સગીરાનું લગ્ન કરવાના ઇરાદે લલચાવી - ફોસલાવી અપહરણ કર્યુ હતુ. દરમિયાન આબુરોડથી જોધપુર જતી વખતે ચાલુ લકઝરી બસમાં વિક્રમ સેનમાએ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. આ અંગે તેણીએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને શખ્સો સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.