કાર્યવાહી:દાંતામાં દારૂ ભરેલી કારચાલકે રાહદારી મહિલાને ફૂટબોલની જેમ 50 મીટર સુધી ફંગોળતાં મોત થયું

અંબાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારનો ચાલક પણ નશાની હાલતમાં હતો,કાર રોડ સાઈડની રેલિંગને ટકરાઇ

અંબાજી-દાંતા માર્ગ પર દાંતા નજીક બુધવારે સાંજે સરભવાનીસિંહ વિદ્યાલય નજીકના વળાંકમાં એક કાર ચાલકે માર્ગ પર પસાર થઈ રહેલ મહિલાને ટક્કર મારતા તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અંબાજીથી દાંતા તરફ બુધવારની સાંજના છ એક વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવી રહેલ એક કાર નંબર જીજે-02-ડીએ-8954 ના ચાલકે દાંતા નજીક સરભવાનીસિંહ વિદ્યાલયના વળાંકમાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.

અને કાર ચાલકે માર્ગ પર પસાર થઇ રહેલ એક મહિલાને ફૂટબોલની જેમ ઉછાળતાં નજીકના ખેતરમાં પચાસ મીટર જેટલા અંતરે પટકાઇ હતી. જ્યાં તેણીના ક્ષતવિક્ષત થયેલા અંગો સાથે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ માર્ગ પર જ ઉંધી પડેલ કારને નજીકના મોટી સંખ્યામાં એકત્રિત થયેલ લોકોએ ઉભી કરી તેમાંથી કાર ચાલક સહિત અન્યને બહાર કાઢ્યા હતા. જોકે કારચાલક નશામાં હોવા સાથે કારમાંથી દારૂની બોટલો પણ હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને લઈ માર્ગ પર ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...