કાર્યવાહી:અંબાજી કોટેશ્વર નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઈ

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજી પોલીસે કોટેશ્વર નજીકથી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. આ અંગે રૂ. 2.83 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ત્રણ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અંબાજી પોલીસની ટીમે કોટેશ્વર નજીક પસાર થઇ રહેલી કાર નં. જીજે. 03. સીએ. 3577ને ઉભી રખાવી તલાસી લેતાં અંદરથી રૂ. 72,260ની વિદેશી દારૂની બોટલ નંગ 519 મળી આવી હતી. આ અંગે રૂ. 2,00,000ની કાર, રૂ. 11,000ના મોબાઇલ નંગ 3 મળી કુલ રૂ. 2,83,260નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને અમીરગઢના ખારીનો દિનેશભાઇ કરશનભાઇ વિહાતર (ઠાકોર), ડાભેલાનો કિસ્મતસિંહ લીલવરસિંહ ડાભી, ચાણસ્માનો સતીષજી અમરાજી ઠાકોરને ઝડપી દારૂ ભરાવનાર આવલના મેરૂસીંગ ડાભી સામે ગૂનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...