રાજસ્થાનનો યુવક શુક્રવારે રાત્રે અંબાજીના ચીખલા ગામે મામાના મરણ પ્રસંગે આવ્યો હતો. ત્યારે શનિવારે સવારે ચીખલાથી અંબાજી જવા નિકળતાં કોટેશ્વર નજીક કામાક્ષી મંદિર નજીક નવસારીથી અંબાજી આવતી એસટી બસની અડફેટે આવતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આબુરોડ તાલુકાના ઉપલીબોર સરણાફળી ગામના દીતાભાઇ સોમાભાઇ પરમાર (ગરાસીયા) તથા તેમનો દીકરો વીણારામ (ઉં.વ.35) શનિવારે રાત્રે તેના મામાના મરણ પ્રસંગ અંબાજીના ચીખલા ગામે આવ્યો હતો.
ત્યારે શનિવારે સવારે સાતેક વાગ્યાના સુમારે બાઇક નંબર આરજે-38-એસઇ-3457 લઇને અંબાજી તરફ આવી રહ્યો હતો. ત્યારે નવસારી ડેપોની એસટી બસ નંબર જીજે-18-ઝેડ-7103 ના ચાલકે બાઇકને અડફેટે લેતાં વીણારામ રોડ ઉપર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બસ ચાલક બસ ફરાર થઇ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને અંબાજીની કોટેજ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે દીતાભાઇ સોમાભાઇ પરમારએ બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.