અક્સ્માત:દાતાંના ચીખલા પાસે હાઈવે પર ટ્રકની અડફેટે 4 ગાયના મોત

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી ગાયો લઈ માલધારી ખેડબ્રહ્મા જતો હતો

અંબાજી-અમદાવાદ હાઈવે પર દાંતાના ચીખલા ગામ નજીક ગુરુવારે બપોરે સિમેન્ટ ભરેલી ટ્રક માર્ગ પર પસાર થતી ગૌધન પર ફરી વળતાં ચાર ગાયોના મોત નિપજ્યાં હતા. જયારે ત્રણ ગાયો ગંભીર રીતે ઘાયલ થવાં પામી હતી.

રાજસ્થાનના પિંડવાળાથી 35 જેટલી ગૌધન લઇ માલધારી સાબરકાંઠાના ખેડબ્રહ્મા તરફ ગુરુવારે બપોરના સુમારે જઈ રહ્યા હતા. ત્યારે દરમિયાન અંબાજી-અમદાવાદ હાઈવે ઉપર ચીખલા ગામ નજીક કચ્છ પાસિંગની સિમેન્ટ ભરેલી ટ્રકના ચાલકે એકાએક સ્ટેયરિંગ પર કાબુ ગુમાવી દેતા પાછળથી ટ્રક ગાયો પર ફરી વળી હતી. જ્યાં ચાર ગાયોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે ગાયો ગંભીર રીતે ઘાયલ, એક ગાયને સામાન્ય ઇજા થઈ હતી. બનાવને પગલે માર્ગ પર ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ અંબાજી સહિત ડીસાના ગૌ રક્ષકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ઘાયલ ગાયોને ગૌ શાળામાં સારવાર માટે રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...