ગમખ્વાર અકસ્માત:દક્ષિણ આફ્રિકામાં રોડ અકસ્માતમાં બે ગુજરાતી યુવાનોના મોત, બે ઘાયલ

ડરબનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ આફ્રિકાના ડરબન પાસે રવિવારે અકસ્માતમાં બે ગુજરાતી યુવાનના મોત થયા હતા. સુરત જિલ્લાના પાંચ યુવાનો કારમાં રોટસનથી ડરબન જતાં હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. જેમાં સુરત જિલ્લાના તડકેશ્વર ગામના બે યુવાનોના મોત નિપજ્યા હતા અને ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.

દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયેલાં સુરત જિલ્લાના પાંચ યુવાનો ગઈ કાલે રવિવારે રજા માણવા માટે રોટ્સન બીચ પર ગયા હતા. બાદમાં પાંચેય યુવાનો રોટ્સનથી ડરબન જતા હતા ત્યારે હેરી સ્મિથ ડાઉન પાસે તેમની કારને અકસ્માત થયો હતો.

અકસ્માતમાં પાંચમાંથી બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મૃત યુવાનો સુરત જિલ્લાના તડકેશ્વર ગામના હતા. જ્યારે બે યુવાનો માંગરોળના નાની નારોલી ગામના હતા. વધુ વિગતો મેળવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...