યુએસએ:રાજપૂત સમાજે કંગના સામેની કાર્યવાહી મુદ્દે PMને પત્ર લખ્યો, મહારાષ્ટ્ર સરકાર સામે પગલાં લેવાની માગ કરી

ન્યૂ જર્સીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપૂત એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (RANA)ના મેમ્બર્સની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજપૂત એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (RANA)ના મેમ્બર્સની ફાઈલ તસવીર.

રાજપૂત એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાએ અભિનેત્રી કંગના રનૌતનો મુંબઈ સ્થિતિ સ્ટૂડિયો તોડી પાડવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં BMC અને શિવસેના સામે તપાસની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં રાષ્ટપતિ શાસન લગાવવાની પણ ભલામણ કરી છે.

રાજપૂત એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (RANA)ના પત્રમાં જણાવ્યા મુજબ, ‘‘કંગનાના રનૌતના સ્ટૂડિયોને તોડી પાડવા અને તેને ધમકી આપવાની ઘટનાની અમને ચિંતા છે. BMC અને શિવસેનાના પગલાંને અમે વખોડીએ છીએ.’’

રાજપૂત એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાની સ્થાપના વર્ષ 1980માં થઈ હતી, જેની મુખ્ય ઓફિસ મુખ્ય ન્યૂ જર્સીમાં છે.

અન્ય સમાચારો પણ છે...