• Home
  • Local
  • Gujarat
  • Nrg
  • The first and primary Pujari of BAPS Shri Swaminarayan Mandir New York Pratapbhai Raval has passed away

યુએસએ / ન્યૂયોર્કના BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પુજારી પ્રતાપભાઈ રાવલનું 93 વર્ષની વયે નિધન

ડાબી બાજુની તસવીરમાં ન્યૂયોર્કના  BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પુજારી પ્રતાપભાઈ રાવલ, ડાબી બાજુની તસવીરમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કરતાં પૂજારી પ્રતાપભાઈ રાવલ.
ડાબી બાજુની તસવીરમાં ન્યૂયોર્કના BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પુજારી પ્રતાપભાઈ રાવલ, ડાબી બાજુની તસવીરમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કરતાં પૂજારી પ્રતાપભાઈ રાવલ.
X
ડાબી બાજુની તસવીરમાં ન્યૂયોર્કના  BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પુજારી પ્રતાપભાઈ રાવલ, ડાબી બાજુની તસવીરમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કરતાં પૂજારી પ્રતાપભાઈ રાવલ.ડાબી બાજુની તસવીરમાં ન્યૂયોર્કના BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પુજારી પ્રતાપભાઈ રાવલ, ડાબી બાજુની તસવીરમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કરતાં પૂજારી પ્રતાપભાઈ રાવલ.

દિવ્ય ભાસ્કર

May 18, 2020, 01:08 PM IST

ન્યૂયોર્ક. ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્કના  BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પુજારી પ્રતાપભાઈ રાવલનું 93 વર્ષની વયે નિધન થયું છે. ન્યૂયોર્કના ફ્લુસિંગ-બ્રાઉની સ્ટ્રીટ સ્થિત સ્વામિનારાયણ મંદિરના પુજારી પ્રતાપભાઈ રાવલે ગત્ તારીખ 13મી મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 

BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રેસનોટ મુજબ પ્રતાપભાઈ રાવલ છેલ્લાં 40 વર્ષથી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી માહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી મંદિરના પૂજારી તરીકે સેવા આપતા હતા.  પ્રતાપભાઈ રાવલ ન્યૂયોર્ક સ્વામિનારાયણ મંદિરના સૌ પહેલાં પૂજારીમાંથી એક પૂજારી હતા. 

ડાબી બાજુની તસવીરમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે પૂજારી પ્રતાપભાઈ, અને જમણી બાજુની તસવીરમાં BAPSના હાલના વડા મહંત સ્વામી સાથે પૂજારી પ્રતાપભાઈ.

પૂજારી પ્રતાપભાઈએ ન્યૂયોર્ક પહેલાં મુંબઈ અને લંડન BAPS સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી હતી. તેઓ નિઃસ્વાર્થ  સેવકનું ઉત્તમ ઉદાહરણ હતા. તેઓએ જાતે અનેક નવા ઈમિગ્રેન્ટ્સની પણ મદદ કરી હતી. તેઓ તેમની પાછળ પુત્ર પ્રિયમ રાવલ અને પરિવારને છોડી ગયા છે. 

સાઉથ એશિયા કમ્યુનિટી લીડર દિલપી ચૌહાણે જણાવ્યું હતું કે, ‘‘પ્રતાપકાકાનું નિધન એ આખી ઈન્ડિયન અમેરિકન કમ્યુનિટી માટે ખોટ સમાન છે. તેઓએ તેમની જિંદગી તેમના ગુરૂના ઈચ્છા પ્રમાણે વિતાવી હતી.’’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી