• Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • States Like Manitoba, Quebec, Nova Scotia, Alberta, Nubrunsweek Also Have The Opportunity For Better Study And PR.

કેનેડા જવું એટલે માત્ર ટોરેન્ટો જ નહીં:મેનીટોબા, કયુબેક, નોવાસ્કોશીયા,આલબર્ટા, ન્યુબ્રુન્સવીક જેવા સ્ટેટ્સમાં પણ છે વધુ સારી અભ્યાસ અને PRની તક

NRG22 દિવસ પહેલાલેખક: હિમાંશુ દરજી
  • કેનેડામાં ટોરેન્ટો પસંદ કરવાના બદલે અન્ય પ્રોવિન્સમાં પણ વિપુલ તકોઃ હેમંત શાહ, કેનેડા સ્થિત બિઝનેસમેન
  • કેનેડામાં ઓછી વસ્તી, ઇઝી સેટલમેન્ટ, ભણવા માટે અન્ય દેશો કરતા કેનેડાને પહેલો પ્રેફરન્સઃ જનક નાયક, એનબી વિઝા વર્લ્ડ

કેનેડામાં ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ હવે મોટા પ્રમાણમાં જઇ રહ્યા છે. ત્યારે કેનેડામાં એક શહેર જેમ કે ટોરેન્ટોમાં કામ કરવા કે ભણવાની દોડ લગાવવી ન જોઇએ, તે સિવાય પણ કેનેડાના અન્ય પ્રોવિન્સમાં સારી તકો છે. તેમા વેસ્ટર્ન કેનેડા સ્થિત ભારતીય બિઝનેસમેન અને ભારતીય ડાયસ્પોરા સાથે સંકળાયેલા અગ્રણી અને ભારતમાંથી કેનેડામાં વિઝાને લગતી કામગીરી કરનારા જણાવી રહ્યા છે.

અન્ય પ્રોવિન્સમાં પ્રમાણમાં સારી તકો
છેલ્લા 48 વર્ષથી કેનેડા સ્થિત ભારતીય બિઝનેસમેન અને ભારતીય ડાયસ્પોરા સાથે સંકળાયેલા વિનીપેગમાં સ્થાયી થયેલા હેમંત શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે, હાલમાં તમામને ટોરેન્ટો આવવું છે. તેવું ન કરવું જોઇએ. અન્ય પ્રોવિન્સમાં પ્રમાણમાં સારી તકો છે જ. મોટાભાગના વિદ્યાર્થીઓ ટોરેન્ટો જ જવા માગે છે. ત્યારે તેઓને જણાવવાનું કે, ત્યાં જ તકો છે એવું નથી. તમે વેસ્ટર્ન કેનેડા તરફ જઈ શકો છો અને ઈસ્ટર્ન કેનેડામાં જાઓ. ન્યુબ્રન્સવિક, સેનજોન્સ, હેલીફેક્સ ત્યા બધી જગ્યાએ કેટલીય તકો રહેલી છે. આજે વેસ્ટર્ન કેનેડા તો હેપનિંગ છે. મેનીટોબા પ્રોવિન્સ, સાસ્કેટયુન, વેનકુવર છે. ત્યા એટલી તકો છે કે, તમે તમારા બિઝનેસમાં કે તમારા પ્રોફેશનલ કરિયરમાં તમે આગળ વધી શકો છો. એટલે તમે તમારૂ ધ્યાન એક જ જગ્યાએ કેન્દ્રિત ના કરો. ઓન્ટારીયો કે ટોરાન્ટોમાં જ જાવું એવું જ નક્કી ના કરો, આજે ટોરેન્ટોમાં તમે એક જોબ માટે જાવ છો ત્યા 100 લોકો એપ્લાય કરે છે. જ્યારે તમે વેસ્ટર્ન કેનેડા તરફ જશો ત્યા એક જોબ માટે માત્ર 10 લોકો જ એપ્લાય કરતા હોય છે. જેથી તમને જોબ મળવાના ચાન્સ વધુ રહેશે. આજે ટોરેન્ટોથી જેને પીઆર નથી મળતું તે બધા વેસ્ટર્ન કેનેડા તરફ જઈ રહ્યા છે અને ત્યા પીઆર અપ્લાય કરે છે. ત્યારે આમ કરવા કરતા તમે ડાયરેક્ટ વેસ્ટર્ન કેનેડા તરફ આવો તેવી મારી સલાહ છે.

એડમિશન લેતા પહેલા જે તે કોલેજની પાક્કી માહિતી મેળવો
આજે ગુજરાતથી હોય કે આપણા દેશમાંથી મોટાભાગના લોકો અને વિદ્યાર્થીઓ કેનેડા વધુ જઈ રહ્યા છે. આ તમામ લોકો માટે મુળ ગુજરાતી અને હાલ કેનેડામાં રહેતા હેંમત શાહે તેના અનુભવો જણાવ્યાં હતા. તેમજ ખાસ સલાહ આપી હતી. તેમાં ખાસ વિદ્યાર્થીઓને અનુલક્ષીને તેઓએ જણાવ્યું હતું કે, તમે કેનેડામાં જે તે કોલેજમાં એડમિશન લઈ રહ્યા છો તે કોલેજની પાક્કી માહિતી મેળવી લો. તમારા સગા વ્હાલા હોય કે પછી તમારા મિત્રો હોય તેઓને પૂછો તમામ માહિતી મેળવો. તમારા માતા-પિતા તમને લોન લઈને અભ્યાસ માટે કેનેડા મોકલે છે. જેથી કોઈપણ કોલેજમાં એડમિશન મેળવ્યા પહેલા તે કોલેજની સંપુર્ણ માહિતી મેળવી લેવી.

કેનેડા માટે આઇઇએલટીએસના છ બેન્ડ જરુરી
અમદાવાદ સ્થિત એનબી વિઝા વલ્ડના મેનજીંગ ડિરેકટર જનક નાયકે જણાવ્યું હતું કે, હાલમાં સ્થિતી એવી છે કે, કોઇને વિદેશમાં અભ્યાસ કે પરમેનન્ટ સેટલમેન્ટ-પીઆર માટે જવું હોય તો પહેલા જ નામ કેનેડાનું આવે છે. પછી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે અને અમેરીકા પર પસંદગી કરાય છે. કેનેડામાં વધુ વિદ્યાર્થીઓ અને અન્ય પ્રોફેશનલ્સ રસ લઇ રહ્યા છે, તેનું કારણ એ દેશ પ્રમાણમાં ઓછી વસતી, ઇઝી સેટલમેન્ટ થાય છે. જેને પગલે ભણવામાં પણ પહલો પ્રેફરન્સ કેનેડાને આપે છે. જોકે, અંગ્રેજી પર ભાર વધુ મુકાય છે. કેનેડા માટે આઇઇએલટીએસના છ બેન્ડ જરુરી છે અને તે આવે તો બીજા દેશો પસંદ કરાય છે.

કેનેડા ભારતથી આઠથી દસ ગણો મોટો દેશ
કેનેડામાં ભીડ થઇ ગઇ હોવા અંગે જનક નાયકે જણાવ્યુ હતું કે, કેનેડા આમ તો ભારતથી આઠથી દસ ગણો મોટો દેશ છે અને વસતી 4 કરોડથી ઓછી છે. તેથી જેટલા જાય તે સેટલ થઇ શકે છે. પોતોની કોમ્પીટન્સી પર પોતાની જગ્યા શોધે નહીં કે, કોઇ એક શહેર પાછળ દોડે. તેવા સંજોગોમાં કોઇ એક શહેર જેમ કે, ટોરેન્ટો પસંદ કરતો તેમને ખર્ચા વધુને આવક પ્રમાણ મેળવે તેના કરતાં બીજા પ્રોવિન્સ-રાજ્ય છે કે ત્યાં તેમને રહેવાનાં ખર્ચ ઓછો થાય. તો પ્રમાણમાં મોટા કે જાણિતા શહેરમાં રહેવા કરતાં પૈસા બચાવી શકાય. ટોરેન્ટોમાં સ્ટ્રગલ વધુ હોવાને કારણે બચત પ્રમાણમાં ઓછી કરી શકાય. તેથી જ નવા શહેર એક્સપ્લોર કરવા જોઇએ. જેમ કે અમારે ત્યાંતી નોવાસ્કોશીયામાં કેટલા વિદ્યાર્થી-પ્રોફેશનલ ગયા છે. તેમને આ વિસ્તારમાં કામ મળી રહે છે, તો છોડવું જ નથી. તે જ રીતે અલબર્ટા કે કયુબેક પણ ગયા છે, ત્યાં સારી કમાણી કરી શકે છે. ટોરેન્ટો જેવા શહેર માત્ર પકડી રાખવાને બદલે પોતાને ગમતા અભ્યાસ માટે ભલે દુર જવું પડે તેની પસંદગી કરવી જોઇએ.

અન્ય શહેરોમા અભ્યાસને લગતી સારી તકો
એમ્સ ઓવરસીઝ એજયુકેશન કનસ્લટન્સીના મેનેજીંગ ડિરેકટર પ્રણવ જોટાણીએ જણાવ્યું હતું કે, મેનીટોબા, કયુબેક, નોવાસ્કોશીયા,આલબર્ટા, ન્યુબ્રુન્સવીક જેવા સ્ટેટ-પ્રોવિન્સમાં સારી તકો છે, તેથી ત્યાંની યુનિવર્સીટીમાં અભ્યાસ કરાય તો ઝડપથી એટલે કે, દોઢ વર્ષમાં પી.આર. મળી રહે છે. તેથી અમે વિદ્યાર્થીઓના માતા-પિતાને પણ ઓન્ટારીયો કે, બ્રીટીશ કોલમ્બીયા જેવા પ્રોવિન્સ અને તેના મોટા શહેરોમાં શું સ્થિતી છે, તેનાથી વાકેફ કરીએ જ છીએ.તેથી માત્ર ટોરેન્ટોને સ્થાને અન્ય શહેરોમા અભ્યાસને લગતી સારી તકો છે તેના પર ધ્યાન આપવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...