• Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • Shri Kutch Satsang Swaminarayan Temple (SKSSST) Organizes Various Sporting Events On The 25th Anniversary Of The Establishment Of Ghanshyam Maharaj

ગો ધાર્મિક:શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ(એસકેએસએસટી) દ્વારા ઘનશ્યામ મહારાજની સ્થાપનાની 25મી વર્ષગાંઠે વિવિધ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સનું આયોજન

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાએ વિશ્વભરમાં કહેર વરસાવ્યો જેમાં યુકે પણ બાકાત રહ્યું નહીં. પરંતુ દોઢ વર્ષથી વધુ સમય બાદ કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણના કારણે તેનું જોર નબળું પડતા યુકેમાં હાલ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આ સામાન્ય સ્થિતિ સર્જાતા શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ(એસકેએસએસટી), લંડન દ્વારા એક ફંડ રેઈઝર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્થાપના પછી ઘનશ્યામ મહારાજની 25મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 25000 માઈલનો ઘેરાવો ધરાવતી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાના હેતુ સાથે ઓગસ્ટમાં સૌથી કઠિન ફિઝિકલ ચેલેન્જનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એસકેએસએસટી દ્વારા આયોજિત આ ઈવેન્ટ્સમાં વિવિધ ફિઝિકલ સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ સાથે લંડનમાં વિવિધ મંદિરોની મુલાકાત મંદિર પરિવાર દ્વારા લેવામાં આવશે.

આ ઈવેન્ટ્સ દ્વારા અમારા નોમિનેટેડ ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન્સ માટે ફંડ પણ એકત્ર કરવામાં આવશે. આ તમામ ઈવેન્ટ્સમાંથી વ્યક્તિ કોઈ એક કે બે ઈવેન્ટ અથવા તમામ ત્રણેય ઈવેન્ટ્સમાં સામેલ થઈ શકે છે અને ‘ધ ટ્રાઈકોન ટ્રાઈફેક્ટા’ પ્રાપ્ત કરી શકશે. આ બે દિવસીય ઈવેન્ટ્સનો હેતુ મેન્ટલ હેલ્થ ચેરિટી તથા સેન્ટ લ્યુક્સ માટે ફંડ એકત્ર કરવા માટેનો છે.

એસકેએસએસટી દ્વારા આયોજિત આ ઈવેન્ટ્સ આ પ્રમાણે છેઃ

  • 5 માઈલ દોડઃ એસએસટી વિલિસડેન ખાતેથી 7 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી શરૂ થશે, એસકેએસએસટી હેરો ખાતે સવારે 11 વાગ્યે સમાપ્ત.
  • 10 માઈલ વૉકઃ SKSST હેરોથી 7 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈને મધ્યમાં એસએસટી સ્ટેનમોર ખાતેથી પસાર થઈ એસકેએસએસટી હેરો ખાતે સાંજે 6 વાગ્યે સમાપ્ત
  • 40/60 માઈલ્સ સાયકલિંગ: 8 ઓગસ્ટે સવારે 7 વાગ્યાથી એસકેએસએસટી હેરોથી શરૂ થશે, જે SST Stanmore, SST Willesen, SKSST East London, SKSST Woolwich, ISSO Streatham (40 માઈલ્સ)-SKSST Harrow (60 માઈલ્સ) ખાતે સમાપ્ત થશે.