ડોટર લાઈવ્ઝ મેટર!:સામાજિક દબાણ અને તણાવથી મોતને ભેટતી દીકરીઓને બચાવોઃ બેરિસ્ટર પ્રણવ પટેલ

ટોરોન્ટોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડોકેનેડા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખે 14 ઓક્ટોબરનો દિવસ ‘ડોટર્સ ડે’ તરીકે જાહેર કરવા અપીલ કરી

સમુદાયના નેતા અને ઈન્ડોકેનેડા ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ બેરિસ્ટર પ્રણવ પટેલ દ્વારા ત્વરિત પહેલ કરવામાં આવી છે કે 14 ઓક્ટોબર, 2021ને “ડોટર્સ ડે” તરીકે ઘોષિત કરવામાં આવે.

14 ઓક્ટોબર, 2021ના ​​રોજ, વધુ એક વહાલી પુત્રીનું સામાજિક દબાણ અને તણાવને કારણે મૃત્યુ થયું. જેના સંદર્ભમાં બેરિસ્ટર પટેલે કહ્યું હતું કે આજે જો સરદાર જીવિત હોત, તો તેઓ સમાજમાં ઘૂસી રહેલા આ સામાજિક દૂષણ સામે લડવા દરેકને એક કરવાના આ હેતુથી અડીખમ ઊભા રહ્યા હોત. આ કડવી હકીકત બદલવી જરૂરી છે.

31 ઓક્ટોબરનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવીને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવાનો દિવસ છે, જેમણે માનવતાના કલ્યાણ માટે મોટાપાયે સમુદાયને એક કર્યો હતો અને સામાજિક દૂષણો સામે એક થવું એ આજના સમયની જરૂરિયાત છે.

મહિલાઓ સામે લૈંગિક હિંસા એ એક નિકટવર્તી જાહેર આરોગ્ય સમસ્યા છે, જેના વિશ્વભરમાં લાખો પીડિતો છે અને તે નોંધપાત્ર રીતે માનવાધિકાર ઉલ્લંઘન પણ છે. આ લૈંગિક અસમાનતાના મૂળ ખૂબ ઊંડા છે.

આ માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ આઘાતની સ્થિતિમાં રહેલી વધુ એક પુત્રીને બચાવવાની જવાબદારીની વાત છે જે સમગ્ર સમુદાયને લાગુ પડે છે.

વિશ્વમાં ક્યાંય પણ યુવાન પુત્રીના મૃત્યુને દરેકે ગંભીરતાથી લેવું જોઈએ
બેરિસ્ટર પટેલે પ્રેરણા આપી અને આહ્વાન કર્યુ છે કે જેઓ દીકરીઓને પ્રેમ કરે છે કે તેઓ એક થઈને ઊભા રહે અને દીકરીઓના સન્માન અને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે એકસાથે લડવા એક સમુદાય તરીકે એકત્ર થાય.

31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસે, 14 ઓક્ટોબરને "ડોટર ડે" તરીકે જાહેર કરવા માટેનું મેમોરેન્ડમ સબમિટ કરવામાં આવ્યું છે, જેને બેરિસ્ટર પ્રણવ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ ઈન્ડોકેનેડા ચેમ્બર ઓફ કોમર્સ, સાઉથઈસ્ટ એશિયન વિમેન્સ કાઉન્સિલ, ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઑફ કેનેડા અને ઈન્ડોકેનેડિયન હ્યુમન રાઈટ્સ એસેમ્બલી દ્વારા હર્ષભેર આવકારવામાં આવ્યું છે. આ મુદ્દાના સંદર્ભમાં વિવિધ ઈવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ કિમીની દોડનું આયોજન કેનેડામાં પોર્ટ યુનિયન વિલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...