વિરોધ:અમેરિકામાં ભારતીયો દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દૂ લઘુમતીઓ ઉપર જીવલેણ હુમલા અને હત્યાનો વિરોધ કરાયો

આણંદ25 દિવસ પહેલા
  • પ્રદર્શન કાર્ડ સાથે થયેલા વિરોધ પ્રદર્શનમાં ઈસ્કોનના ભક્તો તથા વિવિધ સંસ્થાના અગ્રણીઓ જાડાયા

મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાં હિન્દૂ લઘુમતીઓ ઉપર જીવલેણ હુમલાઓ અને હત્યાના અત્યાચારી બનાવોના વૈશ્વિક પડઘા પડી રહ્યા છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં મંદિરો અને હિન્દુઓ પર હુમલા કરી હત્યા કરવાના હિંચકારી કૃત્યોનો અમેરિકન ભારતીયો દ્વારા વિરોધ પ્રદર્શન કરી વખોડવામાં આવ્યા હતા. પ્રદર્શન કાર્ડ સાથે થયેલા વિરોધ પ્રદર્શનમાં ઈસ્કોનના ભક્તો તથા વિવિધ સંસ્થાના અગ્રણીઓ જાડાયા હતા. તેમણે બાંગ્લાદેશ દૂતવાસ પાસે બાંગ્લાદેશ સરકાર કટ્ટરવાદી તત્વો સામે સખ્ત કાર્યવાહી કરે તેવી માગ કરી હતી.

ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ,પ્રેસિડન્ટ યોગી પટેલ,ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડન્ટ પી. કે.નાયક
ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ,પ્રેસિડન્ટ યોગી પટેલ,ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડન્ટ પી. કે.નાયક

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં કટ્ટરવાદી મુસ્લિમ તત્વો દ્વારા આતંકી હુમલા કરી હિન્દુ મંદિરોમાં તોડફોડ અને હિન્દૂ લઘુમતીઓની હત્યા જેવી ઘટનાઓ વચ્ચે છેલ્લા થોડા દિવસોમાં બાંગ્લાદેશના ઈસ્કોન સહિતના મંદિરો અને હિન્દુ પર હુમલા કરવામાં આવ્યા હતા. કટ્ટરવાદી તત્વોએ મંદિરોમાં તોડફોડ કરી હિન્દુઓની હત્યા કરી હતી જેના સામે ભારતમાં તો પ્રદર્શન થયું જ હતું જ્યારે હવે અમેરિકામાં વસતા ભારતીયોઍ પણ પ્રદર્શન યોજી આ હિંસક હુમલાનો વિરોધ કર્યો છે.

મહત્વનું છે કે, લોસ એન્જલસ ખાતેના બાંગ્લાદેશના કોન્સ્યુલેટ જનરલની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ અને લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડન્ટ પી. કે.નાયક, એસએમએપીના વિજય પાટીલ, સર્ધન કેલિફોર્નિયા હિન્દુ સંઘના અમિત દેસાઈ તથા ઈસ્કોનના હરિભક્તો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ના હતા.

અમેરિકન ભારતીયો દ્વારા અમેરિકના માર્ગો ઉપર અને બાંગ્લાદેશ દૂતાવાસ બહાર અમેરિકન ભારતીય અમેરિકનો દ્વારા આતંકી કૃત્યો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમજ ભારત માતા કી જય, વંદે માતરમના સૂત્રો બોલાવી ઈસ્કોનના હરિભક્તો દ્વારા હરેકૃષ્ણ ની ધુનનું પણ કીર્તન કર્યું હતું.

આ અંગે યોગી પટેલે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના હિન્દુ લઘુમતીઓને નિશાને લઈને હત્યાઓ કરવામાં આવી રહી છે જે અમે વખોડીએ છે. તેમણે બાંગ્લાદેશની સરકાર હિન્દુ લઘુમતીઓને રક્ષણ આપે તથા કટ્ટરવાદી તત્વો સામે કાર્યવાહી કરે તેવી માગ કરી હતી.

મહત્વનું છે કે, આ વિરોધ પ્રદર્શનને લઈ લોસ એન્જલસ ખાતેના બાંગ્લાદેશ કોન્સ્યુલેટ જનરલે એક પ્રેસનોટ જારી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ સરકાર દ્વારા બંધારણીય આપવામાં આવેલા અધિકારની જાળવણી માટે પ્રતિબદ્ધ છે અને બાંગ્લાદેશ સરકાર ત્યાના દરેક લોકોને જે અધિકારો મળ્યા છે. તેને રક્ષણ કરવાની ખાતરી આપે છે.

અન્ય સમાચારો પણ છે...