તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટ ઑફ ગુજરાત:1લી જુલાઈએ 'કેનેડા દિવસ'એ વર્ચુઅલ ઇવેન્ટ 'ટેસ્ટ ઑફ ગુજરાત' ની કેનેડામાં ઉજવણી કરાઈ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી ખાણી-પીણી, બજારના ઉત્પાદકો, ગુજરાતી ખાન-પાનને દુનિયાભરમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ઉજવણી કરાઈ

સૌ પ્રથમ વાર નોર્થ અમેરિકા(કેનેડા) ની ધરતી પર ડાયવર્સિટી ક્લચર એશોસિયેશન દ્વારા અનોખો કાર્યક્રમ 'ટેસ્ટ ઑફ ગુજરાત' ની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 1લી જુલાઈ 2021 કેનેડા દિવસ ના રોજ સમગ્ર નોર્થ અમેરિકામાં કેનેડા દિવસની ઉજવણી સ્થાનિક લોકો તેમજ પરદેશગમન થયેલા લોકોએ કરી હતી. ત્યારે "જ્યા જ્યા વસે ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત" તે વાતને સાર્થક કર્તા ગુજરાતી એવા અશ્વિન અમીન દ્વારા પોતાની સંસ્થા ડાયવર્સિટી ક્લચર એશોસિયેશના નેજા હેઠળ વર્ચુઅલ(ઓનલાઈન) ઇવેન્ટ "ટેસ્ટ ઑફ ગુજરાત" ની ઉજવણી કરવામાં આવી હતી. જે ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ કોરોના કાળમાં ઉભી થયેલી પરિસ્થિતિ દરમિયાન ગુજરાતી ખાણી-પીણી, બજારના ઉત્પાદકો, ગુજરાતી ખાન-પાનને દુનિયાભરમાં પ્રોત્સાહન મળે તે હેતુથી કરવામાં આવ્યું હતું.

'ટેસ્ટ ઑફ ગુજરાત' કાર્યક્રમને કેનેડામાં રહેતા ગુજરાતીઓ અને કેનેડીયન લોકોએ પણ ઓનલાઈન નિહાળી હતી. મનોરંજનની સાથે સાથે ગુજરાતી વાનગીઓને પણ નિહાળી હતી. આ ઓનલાઇન ઇવેન્ટમાં કેનેડા, અમેરિકા, યુ.કે. અને ભારતમાં પ્રસિધ્ધ થયેલા ગુજરાતી ખાન-પાનને રજુ કરાયા હતા. સાથે સાથે ગુજરાત ના પ્રસિધ્ધ કલાકારો દ્વારા પોતાની આગવી શૈલીમાં સુંદર અને આનંદદાયક મનોરંજન પૂરું પાડ્યું હતું.

ડાયવર્સિટી ક્લચર એશોસિયેશનના સ્થાપક અશ્વિન અમીનના પ્રયત્નોથી કાર્યક્રમ સફળ બન્યો હતો. આ કાર્યક્ર્મને સફળ બનાવવામાં સહભાગી બનવા બદલ ગુજરાત ટુરિઝમ, વિવિધ સંસ્થાઓ, વિવિધ મીડિયા કંપનીઓ તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરનાર તમામનો અશ્વિન અમીને આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...