• Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • On 13th August In Australia, Gujaratis Lost Their Lives, Celebrated The Country's Independence By Singing The National Anthem.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ઓસ્ટ્રેલિયામાં 13મી ઓગસ્ટે ગુજરાતીઓ ગરબે ગૂમ્યા, રાષ્ટ્રગાન થકી દેશની આઝાદીની ઉજવણી કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયામાં ભારતનો તિરંગો લહેરાયો - Divya Bhaskar
ઓસ્ટ્રેલિયામાં ભારતનો તિરંગો લહેરાયો

ઓસ્ટ્રેલિયામાં દર વખતે પ્રિ નવરાત્રીનું આયોજન થાય છે. જે આ વખતે પણ કરવામાં આવ્યું હતું. યુનાઈટેડ ગુજરાતીઝ ઓફ ઓસ્ટ્રેલિયન ઈન કોર્પોરેશન ગૃપ દ્વારા 13મી ઓગસ્ટે ઓપન એર ગરબાનું આયોજન થયું હતું. જેમાં સાત હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં ગાયક કલાકાર તરીકે ગુજરાતના જાણીતા ગાયક પ્રફૂલ્લ દવેની દીકરી ઈશાની દવે અને દીકરો હાર્દીક દવેએ સુર રેલાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

પ્રિ-નવરાત્રીમાં ટિકિટના કોઈ ચાર્જ ન લેવાયા
યુનાઈટેડ ગુજરાતીઝ ઓફ ઓસ્ટ્રેલિયાના નેજા હેઠળ ઓસ્ટ્રેલિયામાં પ્રિ-નવરાત્રી ઈવેન્ટનું આયોજન કરાયું હતું. તેને સંસ્થા પ્રેસિડેન્ટ અમિત વ્યાસની આગેવાનીમાં ખૂબ જ સરસ રીતે સફળતાપૂર્વક સંપન્ન કરાઈ હતી. એટલું જ નહીં, યુનાઈટેડ ગુજરાતીઝ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા યોજાયેલી આ ઈવેન્ટમાં એન્ટ્રી ટિકિટની કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવ્યો ન હતો.

રાસગરબામાં ગુજરાતીઓએ રંગ રાખ્યો
રાસગરબામાં ગુજરાતીઓએ રંગ રાખ્યો

ઓસ્ટ્રેલિયામાં તિરંગો લહેરાવવામાં આવ્યો
ઓસ્ટ્રેલિયામાં લોકલ મિનિસ્ટર અને કાઉન્સિલરની મદદથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ભારતમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે તેને લઈને પણ ઓસ્ટ્રેલિયામાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. લોકોએ ત્યાં ભારતના રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ ઈવેન્ટમાં બાળકોથી લઈને બુઝુર્ગોએ ભાગ લીધો હતો અને ભારતના રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઓસ્ટ્રેલિયાની ધરતી પર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...