ન્યૂઝીલેન્ડ / કેટલાય દિવસથી કોરોનાનો કોઈ નવો કેસ નહીં, વર્ક વિઝાધારકો ભારતમાં અટવાયા

ન્યૂઝીલેન્ડમાં BAPS સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને કેર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ન્યૂઝીલેન્ડમાં BAPS સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને કેર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
X
ન્યૂઝીલેન્ડમાં BAPS સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને કેર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ન્યૂઝીલેન્ડમાં BAPS સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને કેર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  • સરકારની અને લોકોની જાગૃતાએ ન્યૂઝીલેન્ડ દેશને બચાવી લીધો
  • BAPS સંસ્થાએ ન્યૂઝીલેન્ડના અનેક શહેરોમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ પહોંચાડ્યા

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 06:32 PM IST

વેલિંગ્ટન. સમગ્ર દુનિયા જયારે કોરોના વાઇરસની મહામારીથી ઝઝૂમી રહ્યી છે ત્યારે ન્યૂઝીલેન્ડે આ મહામારી સામે અસરકાર લડત આપી દુનિયામાં દાખલો બેસાડ્યો છે. ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન હટાવી લેવામાં આવ્યુ છે.  અલબત્ત અહીં થોડા નિયમોનું પાલન કરવાનું રહે છે. જેમ કે 2 મીટરનું અંતર જાળવવું,  દરેક દુકાનની બહાર હેન્ડ સનેટાઇઝર હોવું અને 10 માણસથી વધારેને એકઠા થવું નહીં.

ન્યૂઝીલૅન્ડમાં કુલ 1503 લોકો કોરોના વાઇરસના શિકાર થયા હતા, એમાંથી 21 લોકોના મૃત્યુ થયા હતા. અત્યારે ફક્ત 35 કેસ એકટીવ છે. ન્યૂઝીલૅન્ડમાં આજે 50 દિવસ પછી લોકડાઉન હટ્યું છે ત્યારે બજારોમાં પણ લાઈનો જોવા મળી રહી છે.

જયારે આપણે ન્યૂઝીલૅન્ડ વિશે વિચારીયે તો લાગે કે 50 લાખની આબાદી અને એકલો દેશ છે તો કોરોના કંટ્રોલમાં આવી શકે છે, પણ આ વાત ફરીથી વિચારવા જેવી છે. કારણ કે કોરોના વાઇરસ એ બહારથી આવતાં ટુરિસ્ટોથી ફેલાયલો છે અને ન્યૂઝીલૅન્ડમાં લગભગ વર્ષે 40 લાખ ફોરેનર્સ આવે છે, એટલે કે આપણા 3 રાજ્યો મહારાષ્ટ, ગુજરાત અને રાજસ્થાનના ટુરિસ્ટ જેટલા એકલા ન્યૂઝીલૅન્ડમાં આવે છે. અહીં રિસ્ક હંમેશા વધારે હતું પણ સરકારની અને લોકોની જાગૃતાએ આ દેશને બચાવી લીધો.

BAPS સંસ્થા મદદ કરવા આગળ આવી
જયારે જયારે મુશ્કેલી ભરેલો સમય હોય છે ત્યારે BAPS સંસ્થા ભારત અને ભારતની બહાર લોકોની મદદે આવે છે. ન્યૂઝીલૅન્ડ જયારે આ મહામારીનો સામનો કરી રહ્યું હતું ત્યારે BAPS સંસ્થા ન્યૂઝીલૅન્ડમાં આગળ આવીને જીવન જરૂરિયાત વસ્તુના બોક્સ બનાવીને જરૂરિયાત મંદોને પહોંચાડ્યા હતા. આવું કામ અનેક શહેર હેમિલ્ટન, ઓકલેન્ડ, રોટોરુઆ, વેલિંગ્ટન અને ક્રેસચર્ચમાં કર્યું હતું. આ કાર્યને અહીંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ટિમ મકીનડોએ પણ બિરદાવ્યું હતું.

વર્ક પરમીટ અને સ્ટુડન્ટ વિઝાધારકો ભારતમાં ફસાયા
આ મહામારીને કારણે ન્યૂઝીલૅન્ડ એરપોર્ટ 25 માર્ચથી બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ખાલી અહીંના કાયમી રેહવાસીઓ જ પાછા આવી શકે છે અને ટેમ્પરરી વિઝાધારકો માટે હજી પણ પ્રતિબંધ હટ્યો નથી. જેના કારણે વર્ક વિઝા અને સ્ટુડન્ટ વિઝાધારકો પોતાના વતન ભારત રજાઓ માણવા ગયા હતા તેઓ પાછા આવી શકતાં નથી. કેટલાક વર્ક વિઝાધારકોને તો નોકરી જવાનો પણ ડર સતાવે છે. હવે આ સમયે ન્યૂઝીલૅન્ડ ગવર્મેન્ટ વિઝાધારકો માટે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી