તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૉ બાઈડેનને શુભેચ્છા:ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રતિનિધિ મંડળે ડેમોક્રેટ મહિલા નેતા ક્રિસ્ટિના ગાર્સિયાને શુભેચ્છા પાઠવી

અમદાવાદ5 મહિનો પહેલા
પ્રતિનિધિ મંડળે ડેમોક્રેટ મહિલા નેતા ક્રિસ્ટીના ગાર્સિયા ની શુભેચ્છા મુલાકાત કરી - Divya Bhaskar
પ્રતિનિધિ મંડળે ડેમોક્રેટ મહિલા નેતા ક્રિસ્ટીના ગાર્સિયા ની શુભેચ્છા મુલાકાત કરી
 • નવી સરકારમાં વિઝા નિયમો હળવા થતા ભારતીય સમુદાયને ઘણો મોટો ફાયદો થવાની આશા: યોગી પટેલ
 • ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ ચૂંટતા ભારતીય સમુદાય ગર્વ મહેસુસ કરે છે.

અમેરિકામાં રસાકસી અને ઉત્તેજના સભર ચૂંટણીની માનસિક તાણ પછી અમેરિકન પ્રજા ઉત્સવ માનવી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. સૌથી લાંબી અને ધીરજ ગુમાવી નાખે તેવી મતગણતરી બાદ અમેરિકન પ્રજાને સૌથી અનુભવી રાજનીતિજ્ઞ રાષ્ટ્રપતિ પદે મળ્યાનો આનંદ જોવા મળી રહ્યો છે.પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ હાર માનવા તૈયાર નથી. તેઓ નિત નવા ટ્વીટ કરીને રહી સહી ઈજ્જત પણ ખોઈ રહ્યા છે. આગામી 20 જાન્યુઆરીના દિવસે જૉ બાઈડેનના રાષ્ટ્રપતિ પદના શપથ લેવાની તૈયારીઓ પણ પુર જોશમાં ચાલી રહી છે.

ભારતીય સમુદાયના લોકો ડેમોક્રેટ પક્ષે ચૂંટાયેલ પ્રતિધીઓને શુભેચ્છા આપવા પહોંચી રહ્યા છે
ભારતીય સમુદાયના લોકો ડેમોક્રેટ પક્ષે ચૂંટાયેલ પ્રતિધીઓને શુભેચ્છા આપવા પહોંચી રહ્યા છે

ભારતીય સમુદાયના લોકો પણ ડેમોક્રેટ પક્ષે ચૂંટાયેલ પ્રતિધીઓને શુભેચ્છા અને અભિનંદન આપવા પહોંચી રહ્યા છે. કોરોના મહામારી,વ્યાપારિક મંદી અને વૈશ્વિક રાજકીય સમીકરણો,ચીન ટ્રેડવોર અને ઇસ્લામિક આતંકવાદ જેવી પડકારજનક સમસ્યાઓ બાબતે જો બાઈડેનની નીતિ કેવી હશે તે બાબતે જગત આખાની નજર મંડાયેલી છે. જોકે ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતીય માતાની પુત્રી કમલા હેરિસ ચૂંટતા ભારતીય સમુદાય ગર્વ મહેસુસ કરે છે.

જો બાઈડેન ભારતીય સમુદાય માટે ખાસ આદર ધરાવે છે
ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલ ભાઈ શાહ અને સેક્રેટરી યોગી પટેલ અને પ્રતિનિધિ મંડળે 58મી એસેમ્બલી ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરનારી ડેમોક્રેટ મહિલા નેતા ક્રિસ્ટીના ગાર્સિયા ની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ અંગે વાત કરતાં યોગી પટેલે જણાવ્યું હતું કે અમેરિકામાં બદલાયેલ રાજકીય પરિસ્થિતિએ હકારાત્મક વાતાવરણ ઉભું કર્યું છે. ઓબામા સરકારમાં ઉપરાષ્ટ્રપતિ રહેલા જો બાઈડેન ભારતીય સમુદાય માટે ખાસ આદર ધરાવે છે.

જો બાઈડેન ભારતીય સમુદાય માટે ખાસ આદર ધરાવે છે
જો બાઈડેન ભારતીય સમુદાય માટે ખાસ આદર ધરાવે છે

અમને આશા છે કે વિઝા નિયમો હળવા થતા અહીં વસવાટ કરતા અને અમેરિકામાં કારકિર્દી બનવવા ઈંચ્છુક ભારતીય સમુદાયને ઘણો મોટો ફાયદો થશે. જોકે વિશ્વમાં વકરતો ઇસ્લામિક આતંકવાદ,ચીની કૂટનીતિ બાબતે અને કોરોના સંક્રમણ અટકાવવા તેમના અસરકારક પરિણામલક્ષી નિર્ણયોની અમે રાહ જોઈ રહ્યા છે.આ અંગે પરિમલ શાહે જણાવ્યું હતું કે ડેમોક્રેટ મહિલા નેતાને મળી અમે ભારતીય સુમુદાય વતી શુભેચ્છા પાઠવી હતી. મહિલા નેતા ક્રિસ્ટીના ગાર્સિયાએ આ અભિનંદનનો સાભાર સ્વીકાર કરી અમેરિકન ભારતીય નાગરિકોની સમસ્યા અને પ્રગતિ માટે સહાયભૂત રહેવા અમને આશ્વસ્થ કર્યા હતા.

કોણ છે ક્રિસ્ટિના ગાર્સિયા ?
ક્રિસ્ટીના ગાર્સિયા એક અમેરિકન મહિલા રાજકારણી છે જે કેલિફોર્નિયા રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા છે અને સેવા આપી રહી છે.તેઓ 2012 થી સતત આ વિસ્તારમાંથી ચૂંટતા આવ્યા છે. જેમાં તેના વતન શહેરના બેલ ગાર્ડન્સ સહિતના દક્ષિણ-પૂર્વ લોસ એન્જલસ કાઉન્ટીના કેટલાક ભાગો શામેલ છે.

(તેજસ શાહ, ડાકોર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો