વિદેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:અમેરિકાના રોડ આઈલેન્ડમાં ભારતના 75મા સ્વાતંત્રતી દિવસની ઉજવણી, સ્ટેટ હાઉસ તિરંગાના રંગની લાઈટિંગથી ઝળહળી ઉઠ્યું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોડ આઈલેન્ડનું સ્ટેટ હાઉસ તિરંગાના રંગમાં રંગાયું - Divya Bhaskar
રોડ આઈલેન્ડનું સ્ટેટ હાઉસ તિરંગાના રંગમાં રંગાયું
  • વિદેશમાં વસતા ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી
  • સ્ટેટ હાઉસ પર તિરંગાના રંગમાં રંગાયું જે દરેક ભારતીય માટે એક ગૌરવની વાત છે: વિકાસ પટેલ

દેશના 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયો માટે પણ એટલો જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. અમેરિકા જેવા વિશાળ દેશમાં વસતા એનઆરઆઈ દ્વારા પણ આ મહામૂલા ઐતિહાસિક દિવસની યાદગાર રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં અમેરિકાના રોડ આઈલેન્ડમાં વસતા ભારતીયો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરાયો હતો.

યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં વિસ્તાર પ્રમાણે સૌથી નાના રાજ્ય ગણાતા રોડ આઈલેન્ડમાં પણ ભારતના 75માં સ્વતંત્રતા દિવસની ખૂબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહીં રોડ આઈલેન્ડના સ્ટેટ હાઉસને પણ તિરંગાના રંગની લાઈટિંગથી સજ્જ કરવામાં આવ્યું હતું.

15મી ઓગસ્ટના રોજ એનઆરઆઈ ભારતીયો સહિતના સ્થાનિક અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકામાં ભારતીયો દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. આ દરમિયાન હાજર સ્થાનિક લોકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કાર્યક્રમમાં રોડ આઈલેન્ડના ગવર્નર ડેનિયલ મેકી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન ન્યૂ ઈંગ્લેન્ડ અને ઈન્ડો અમેરિકન કોમ્યુનિટી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અંગે એસોસિએશનના મેમ્બર અને મૂળ અમદાવાદના વિકાસ પટેલે જણાવ્યું હતું કે, અહીં વસતા ભારતીયો દ્વારા આજનો 75માં સ્વતંત્રતા દિવસ એટલા માટે ખાસ છે કારણ કે અહીંના સ્ટેટ હાઉસ પર તિરંગા કલરમાં લાઈટિંગ સુશોભન કરવામાં આવ્યું હતું જે દરેક ભારતીય માટે એક ગૌરવની વાત છે.