તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલા અંગે વિરોધ પ્રદર્શન કરાયું:અમેરિકામાં ભારતીયજનોએ અફઘાનિસ્તાનમાં ISISના હુમલાનો ભોગ બનેલા નાગરિકો અને શહિદ અમેરિકન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આતંકવાદીઓ માનવતા દુશ્મનો છે તે વિરૂધ્ધ સમગ્ર વિશ્વના દેશોએ એકથી એક્શન પ્લાન કરવો જોઈએ: યોગી પટેલ

ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ISIS દ્વારા અફઘાનિસ્તાન ના કાબુલ એરપોર્ટના ગેટની બહાર એક આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. આ આત્મઘાતી હુમલામાં અફઘાનિસ્તાન છોડી જતા નાગરિકો અને વિદેશી નાગરિકો સહિત અમેરિકાન અને અન્ય દેશના સૈનિકો પણ માર્યા ગયા હતા. ISISના આતંકીઓ દ્વારા પશ્ચિમનાં દેશોનાં સૈનિકોને નિશાન બનાવવાનો હતો જે અફઘાન શરણાર્થીઓને દેશમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. કાબુલ એરપોર્ટનાં જે ગેટ પર વિસ્ફોટ થયો છે, ત્યાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના રિપોર્ટ છે.વિસ્ફોટ બાદ એરપોર્ટ પર અરાજકતાનો માહોલ ફેલાયો હતો.સમગ્ર વિશ્વ અનેક દેશોએ આ હુમલાની નિંદા કરી હતી.અમેરિકામાં અગ્રણી નાગરિકો અને રાજકીય હસ્તીઓ દ્વારા આ હુમલાની નિંદા કરતા અને મૃતકોની શ્રદ્ધાંજલી આપતા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ એરપોર્ટ ઉપર આઇઍસઆઈ એસ-ખુરાસન દ્વારા થયેલા હુમલાનો અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા વિરોધ થયો હતો. આ કાર્યક્રમ દરમિયાન અમેરિકાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી.

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલના વિમાનમથકની બહાર આઇએસઆઇએસના આતંકવાદીઓએ કરેલા હુમલામાં 150 થી વધુ લોકોના મોત અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં અમેરિકાના 13 સૈનિકો શહીદ અને 18 સૈનિકો ઘાયલ થયા હતા.સમગ્ર વિશ્વ માં આ ગમખ્વાર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આ હુમલાઓ માનવતાને નષ્ટ કરી રહ્યા હોય સમગ્ર વિશ્વ નાગરિકોની સંવેદના ધણધણી ઉઠી છે. આ હુમલાના વિરોધમાં અને શહિદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા પ્રદર્શન થયું હતું જેમાં અગ્રણી અમેરિકન રાજકીય હસ્તીઓ પણ જોડાઈ હતી.

ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આર્સેટિયા ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં આર્સેટિયા સીટીના મેયર રેને ટ્રેવિનો, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહ, પ્રેસિડેન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, ઓફ બીજેપીના પી. કે. નાયક સહિતના ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શહીદ જવાનોને મિણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મેયર રેને ટ્રેવિનોએ જણાવ્યું હતું કે, આતંકીનું કૃત્ય એ માનવતા પર માફ ન કરી શકાય તેવો પ્રહાર છે. યોગી પટેલે હુમલાને વખોડ્યો હતો અને જણાવ્યું હતું કે, કોઇપણ સભ્ય સમાજ આતંકીના આ પાશવી કૃત્યને સહન કરી શકે નહીં. આતંકવાદીઓ માનવતા દુશ્મનો છે તે વિરૂધ્ધ સમગ્ર વિશ્વના દેશોએ એક થી એક્શન પ્લાન કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...