USમાં ગુજરાતનું ગૌરવ / ગુજરાતી ફિઝિશિયન સેનિકા શાહને યુએસ આર્મીમાં કેપ્ટન તરીકે પ્રમોશન

ગુજરાતી સૈનિકા શાહ આર્મીના ડ્રેસમાં.
ગુજરાતી સૈનિકા શાહ આર્મીના ડ્રેસમાં.
X
ગુજરાતી સૈનિકા શાહ આર્મીના ડ્રેસમાં.ગુજરાતી સૈનિકા શાહ આર્મીના ડ્રેસમાં.

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 01:19 PM IST

ન્યુયોર્ક. વધુ એક ગુજરાતીએ અમેરિકામાં દેશનું નામ રોશન કર્યું છે.ગુજરાતી મૂળની ફિઝિશિયન સૈનિકા શાહને યુ.એસ.આર્મીમાં કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું છે. ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સેનિકા શાહે પ્રમોશન બાદ  હવે આર્મી હોસ્પિટલમાં સેવાઓ આપવાનું  શરૂ કરી દીધું છે.  મેડિકલ સ્કૂલમાંથી આ વર્ષે ગ્રેજ્યુએટ થયા બાદ સેનિકા શાહને આર્મીમાં કેપ્ટનના હોદા ઉપર પ્રમોશન આપવામાં આવ્યું છે. સેનિકા શાહે આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘‘સૈનિકો અને તેમના પરિવારની સેવાઓ કરવાનો મને આનંદ મળશે. મારા જીવનનો ધ્યેય સક્સેસફૂલ OBGYN ફિઝિશિયન અને સર્જન બનવાનો છે.’’

સૈનિકા શાહ પિતા પ્રિતમ શાહ, માતા કવિતા શાહ અને ભાઈ જૈનમ સાથે.

પરિવાર મુંબઈથી ન્યુયોર્ક શિફ્ટ થયો હતો
‘ધ ન્યુયોર્ક સિટિ પોસ્ટ’ના અહેવાલ મુજબ સૈનિકા શાહના પિતા પ્રિતમ શાહ અને માતા કવિતા શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતાનો પરિવાર રાજસ્થાનના પિંડવાડા અને માતાનો પરિવાર ગુજરાતના મહુધા ખાતે રહેતો હતો. પ્રિતમ અને કવિતા શાહ મુંબઈથી બાદમાં ન્યુયોર્ક શિફ્ટ થયા હતા. સૈનિકા શાહનો જન્મ અને ઉછેર ન્યુયોર્કમાં થયો હતો. સૈનિકાએ હેરિક્સ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. દરમિયાન તેણે ભરતનાટ્યમ્, કરાટે સહિતની અનેક ઇત્તર પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. સૈનિકાએ ન્યુયોર્ક ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં 7 વર્ષ સ્ટડી કરી ‘બેચરલ ઓફ સાયન્સ’ અને ‘ડૉક્ટર ઓફ ઑસ્ટિઑપથી મેડિસિન (એમડી)’ની ડિગ્રી મેળવી હતી. સૈનિકા સ્ટડી બાદ યુએસ આર્મીમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે જોડાઈ હતી. સૈનિકાએ આ વર્ષે મેડિકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ પૂરું કરતાં તેને સેકન્ડ લેફ્ટેનન્ટમાંથી કેપ્ટરન તરીકે પ્રમોશન મળ્યું છે. 

સાઉથ એશિયા કમ્યુનિટી લિડર દિલીપ ચૌહાણે જણાવ્યું હતું કે  ‘‘સૈનિકા અને તેના પરિવારને હું 15થી વધુ વર્ષથી ઓળખું છું. સૈનિકા જે કમ્યુનિટીમાંથી કંઈક મેળવ્યું છે તેને પરત આપવા માટે ઉત્સુક છે. ભારતથી દૂર રહેવા છતાં દેશના મૂલ્યો જાળવી રાખી તેની જનરેશનના લોકોને પ્રેરણા પૂરી પાડવા બદલ હું સૈનિકાને અભિનંદન પાઠવું છું.’’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી