કોરોના કાળ દરમિયાન અને તે બાદ વિશ્વિક અર્થતંત્ર ઉપર અનેક પડકારો ઉભા થયા છે. અનેક દેશોમાં વ્યાપાર અને રોજગારીની સમસ્યાએ ચિંતા વધારી છે. દેશોની સરકારો સાથે વ્યાપાર ઉદ્યોગના માંધાતાઓ પણ ચિંતિત છે અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા અને અર્થતંત્રમાં સ્થિરતા આવે તેના ઉપાયો માટે સતત ચિંતન તેમજ આયોજન કરતા થયા છે. અમેરિકા જેવું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્રને મંદીના ઉંબરે આવીને ઉભું હોય તેવી ચિંતા ત્યાંના વ્યાવસાયિકો અને ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો કરી રહ્યા છે.
અમેરિકામાં મંદી ગમે ત્યારે દસ્તક દઈ શકે છે તેવી આશંકા વચ્ચે લોસ એન્જલસમાં સ્થાયી થયેલા એશિયન અમેરિકન્સ દ્વારા ખાસ ડાયવર્સિટી બિઝનેસ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં બિઝનેલ પર્સન , બેન્કીંગ સાથે સંકળાયેલા મહાનુભાવોએ હાજરી આપી હતી. એશિયન અમેરિકન બિઝનેસ વુમન એસોસિએશન, બિઝનેસ ચેમ્બરનાં પ્રતિનિધિઓએ હાજર રહીને સ્થાનિક લોકોને વેપારથી લઈ વિવિધ સરકારી મદદ અંગે તેમજ વ્યાપાર વિકાસ માટેની તકો વિશે માહિતિ પુરી પાડી હતી.
અમેરિકામાં હોસ્પિટલીટી ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકાર યોગી પટેલે આ સમારોહમાં જણાવ્યું હતું કે, ભારતે હાલમાં તેની ઉદ્યોગનીતિ, વિદેશનીતિ અને એક્સપોર્ટ નીતિ સુધારી છે.જેના હકારાત્મક પરિણામ મળી રહ્યા છે અને જે પરિણામે ભારતનો GDP ગ્રોથ પણ વધી રહ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની ભારતની ઉદ્યોગનીતિ "મેક ઈન ઈન્ડિયા" અને "વોકલ ફોર લોકલ" અને "સ્ટાર્ટપ ઈન્ડિયા" ની સરાહના કરી હતી અને તે રાહે યુએસએ અહીં "મેક ઈન યુએસએ" પર ભાર મુકવો જોઈએ તેમ જણાવ્યું હતું. યુએસએમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન શરૂ કરીશું તો મંદી પહેલા તેની પાળ બાંધી શકાશે. તેમણે સરકાર કેટલી બધી મદદ સબસીડીનાં ભાગરૂપે કરે છે તેનો ચિતાર રજુ કર્યો હતો.
જાણીતા બેન્કર પરિમલ શાહે જે લોકો પોતાનો વેપાર શરૂ કરવા માગે છે તેમના માટેની પ્રોત્સાહક યોજનાઓની માહિતી પુરી પાડી હતી. તેઓએ બિઝનેસ એક્સ્પોમાં જણાવ્યું હતું કે સરકારે વીઝા પ્રોસેસ સરળ બનાવી છે, માઈગ્રેશન પર પણ ભાર મુક્યો છે અને સબસીડી યોજનાઓ પણ છે કે જેમાં લીધેલી મશીનરીનાં નાંણા દશ વર્ષમાં પરત મળી જાય છે તો મેક ઈન યુએસએ પર ભાર મુકવાની જરૂર છે.
મહત્વનું છે કે, આ સમારોહમાં ઉપસ્થિત ભારતીય મૂળનાં ઉદ્યોગપતિઓએ નવા ઉદ્યોગ સાહસિકોને વ્યવસાયિક પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે હવે નોકરી છોડીને વેપાર કરવો સરળ બની રહ્યો છે.પહેલા જે કારમાં ચિપ લાગતી હતી તે જાપાન કે ચીનમાં વધારે બનતી હતી પરંતુ મેક્સિકોમાં તેનું લોકલ સ્તર પર પ્રોડક્શન શરૂ થયા બાદ કારની કિંમતમાં પણ ફરક જોવા મળ્યો સાથે જ મેક ઈન યુએસએનાં કારણે ગુણવત્તા પણ સુધરી ગઈ છે.
આ સમારોહમાં વધુમાં જણાવાયુ હતું કે, વ્યવસાય કરવામાં મળનારા ફાયનાન્સ વિશે ઘણાં ઓછા લોકો પાસે વિગતો છે તો તમામ સીટીમાં ઉપલબ્ધ વિગતોને આધારે લોકલ અમેરિકન સિસ્ટમને અમલમાં લાવવાની જરૂર છે તો આવનારા સમયમાં મંદીને પહોચી વળવા માટેનો આગોતરો પ્લાન તૈયાર રહી શકે.આમ બિઝનેસનાં પ્લેટફોર્મ પરથી ભારતના ઉદ્યોગોની રણનીતિને અનુસરવા માટે હાંકલ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.