યુકે / વધુ એક ભારતીય ડૉક્ટરનું મોત, મૂળના કેરળના મહિલા તબીબ કોરોના સામેની લાંબી લડાઈ હાર્યા

Indian origin doctor dies In UK after battle with cororna
X
Indian origin doctor dies In UK after battle with cororna

દિવ્ય ભાસ્કર

May 15, 2020, 12:34 PM IST

લંડન. ઈંગ્લેન્ડમાં કોરાનાથી વધુ એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરનું મોત નિપજ્યું છે. કેરળના વતની ડૉ.પૂર્ણિમા નાયર ઇંગ્લેન્ડની દુરહામ કાઉન્ટિના બિશપ ઓકલેન્ડ સ્થિત સ્ટેશન વ્યુ મેડિકલ સેન્ટર ખાતે સેવા આપતાં હતા. કોરોના સામે લાંબી લડાઇ લડયા પછી એમનું સ્ટોકરોન-ઓન-ટીઝ ખાતેની નોર્થ ટીઝ હોસ્પિટલની યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે મોત થયું હતું.

ઈંગ્લેન્ડના ડૉક્ટર વર્તુળમાં અગ્રણી બની રહેલાં અને કોરોના સામે હારી મોતને ભેટ્યાં હોય એવાં ડૉ. નાયર દસમા જનરલ પ્રેકિટશનર હોવાનું મનાય છે. એમને છેલ્લે વેન્ટિલેટર પર રખાયાં હતાં. કોરોનાથી ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી 32 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. મેડિકલ સેન્ટરના સ્ટાફે ડૉ. નાયરની વિદાયથી ભારે આદ્યાતની લાગણી અનુભવી હતી. તેઓ દર્દીઓમાં અત્યંત લોકપ્રિય હતા. અનેક લોકોએ એમને સોશ્યલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી