તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધબકતી સંસ્કૃતિ:અમેરિકામાં ગુજરાતીઓ દ્વારા હોળી ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ

આણંદ2 મહિનો પહેલા
 • ઉત્સવના અંતે ભોજન પ્રસાદ પીરસાયો અને વેકસીનેશન માટે અપીલ કરાઈ
 • કોવિડ ગાઈડલાઈનને લઈ અન્ય તામઝામમાં સાદગી પાળવામાં આવી

અમેરિકામાં ભારતીયો દ્વારા અમેરિકામાં પણ ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા અને ભારતીય સંસ્કારોનું જતન સિંચન કરતા ઉત્સવોની ભાવસભર ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમની સંસ્કૃતિમાં જઈ વસેલા ભારતીય પરિવારો ભારતીય ઉત્સવો પારંપરિક રીતે ઉજવી ભારતીય વેદ ,ઉપનિષદ અને શાસ્ત્રોની પધ્ધતિ નવી પેઢીમાં સંસ્કારીત કરી રહ્યા છે. અમેરિકાના ઓરેન્જ સિટીના એનહાઈમમાં ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી અને ગાયત્રી મંદિર પરિવારના સંયુક્ત ઉપક્રમે હોળી ઉત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

આ ઉત્સવમાં લોસ એન્જલસ અને ઓરરેન્જ કાઉન્ટી અને આસપાસ રહેતા અનેક ગુજરાતી પરિવારોએ આ હોળી પુંજનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વેક્સિનેશન માટે અપીલ કરાઈ હતી. ગાયત્રી મંદિરના ખુલ્લા ચોગાનમાં સાંજ ઢળતા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન વિધિ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. આ તબક્કે શ્રધ્ધાળુઓ દ્વારા ગાયત્રી મંત્રના મંત્રોચ્ચાર સાથે ખજૂર, ધાણી કેસુડો, શ્રીફળ સહિત પુંજન સામગ્રી હોળીમાં હોમવામાં આવી હતી. ઉત્સવના અંતે ધાણી, ખજૂર અને ગુજરાતી ભોજન પ્રસાદનું પણ આયોજન રખાયું હતું. આ ઉત્સવ કાર્યક્રમને સ્થાનિક ભારતીયોએ મનભરીને માન્યો હતો. કોવિડ ગાઈડલાઈનને લઈ અન્ય તામઝામમાં સાદગી પાળવામાં આવી હતી.

આ ઉત્સવ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર એનહાઇમના પ્રમુખ રાજુ પટેલ ,ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલ શાહ ,સંસ્થાના સેક્રેટરી અને લેબોન હોસ્પિટલીટી ગ્રુપના યોગી પટેલ દ્વારા ઉત્સવની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગાયત્રી પરિવારના પૂજારી કૌશિક પટેલે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પારંપરિક વિધિ સંપન્ન કરી હતી.

આ તબક્કે સોનિયા પટેલ, હેમુ પટેલ, કલ્પના શાહ, જાગૃતિ પટેલ, ઉમાબેન પટેલ, ડાહી પટેલ સહિત મહિલા શ્રધ્ધાળુઓએ ઉત્સવનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રત્યેક ઉત્સવ અમે સાથે મળી ભારતીય પરંપરા મુજબ જ ઉજવીએ છીએ. આ ભક્તિ વિજય પર્વ અમે ભારતીય પરંપરા મુજબ હોળી પૂજન કર્યું અને પાણી લઈ પ્રદક્ષિણા ફરી તેમજ આ પવિત્ર પ્રવે ભગવાન વિષ્ણુને ધર્મ, સત્ય અને ભક્તિના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલ દ્વારા હોળીકા દહન સાથે કોરોના દહન પણ અનિવાર્ય હોવાનું જણાવી ઉપસ્થિત પ્રત્યેક ગુજરાતી પરિવારજનોને કોરોના વેક્સિન લેવા અનુરોધ અને અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો