• Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • Canadian CHCC Meeting With Haryana Agriculture Minister Jay Prakash Dalal; Development Potential In Areas Including Agriculture Was Discussed

કેનેડામાં વિકાસ માટેની રૂપરેખા:હરિયાણાના કૃષિ પ્રધાન જય પ્રકાશ દલાલ સાથે CHCCની બેઠક યોજાઈ; કૃષિ સહિતના ક્ષેત્રોમાં વિકાસ સંભાવના અંગે ચર્ચા થઈ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC)ના ચાવીરૂપ 25 સભ્યો અને હિતધારકોએ હરિયાણા રાજ્ય સરકારના કૃષિ પ્રધાન જય પ્રકાશ દલાલ તથા તેમના પ્રતિનિધિ મંડળ સાથે કેનેડાના બ્રમ્પટન,ઓન્ટારિયો ખાતે મુલાકાત કરી હતી. આ પ્રસંગે ભારત અને કેનેડા વચ્ચે ટેકનોલોજી તથા કૃષિ પ્રક્રિયાના આદાન-પ્રદાનને લગતી સંભાવના અંગે ચર્ચા વિચારણા થઈ હતી. જય પ્રકાશ દલાલે નિયંત્રિત પર્યાવરણ કૃષિ, ટકાઉ ખાદ્ય ઉત્પાદન, એગ્રિકલ્ચર બાયોટેકનોલોજી તથા બાયોઈકોનોમી અંગે પણ વિગતવાર માહિતી રજૂ કરી હતી. મંત્રીએ વેપાર પ્રતિનિધિ મંડળ સાથે ભારત તથા હરિયાણાની મુલાકાત લેવા CHCC તથા કેનેડાના કારોબારી સમુદાયને આવકાર્યું હતું.

કેનેડાના અર્થતંત્રનું લાંબા સમયથી કરોડરજ્જૂ
કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ કેનેડામાં પ્રથમ એવી સંસ્થા છે કે જે વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાને કાર્યરત છે તેવા હિન્દુ કારોબારી સાહસિકો, યુવા વ્યવસાયિકો તથા અન્ય વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરવા માટે સમર્પિત છે. એકીકૃત પ્રતિનિધિત્વ નહીં ધરાવતા હોવા છતાં હિન્દુ સમુદાય કેનેડાના અર્થતંત્રનું લાંબા સમયથી કરોડરજ્જૂ બની રહ્યા છે. CHCC વૈવિધ્યપૂર્ણ હિન્દુ સમૂદાયનું પ્રતિનિધિત્વ કરશે તથા એકજૂટ કરવામાં મદદ કરશે.

ભારત અને કેનેડા વચ્ચે અનેક બાબતોમાં સમાનતા
CHCCના પ્રમુખે કેનેડામાં કૃષિ ઉદ્યોગ અંગે અત્યંત મહત્વની માહિતી આપી હતી. કેનેડેમાં આ ક્ષેત્ર 6.37 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારત અને કેનેડા વચ્ચે તંદુરસ્ત લોકશાહી વ્યવસ્થા, ઈઝી ઓફ ડુંઇગ બિઝનેસનો માહોલ જેવી અનેક બાબતોમાં સમાનતા ધરાવે છે. CHCCના ડિરેક્ટર ગણેશ પરિદા તથા અમિત ચૌધરીએ કેનેડાના એગ્રિ-ફૂડ ટેકનોલોજીને લગતી માહિતી રજૂ કરી હતી.

અગાઉ 14મી જાન્યુઆરી,2022ના રોજ CHCCના ઉદઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ અભિનંદન પાઠવતા સંદેશમાં કહ્યું હતું કે હિન્દુ સમુદાય કેનેડાના કારોબારમાં ખૂબ જ મહત્વનું યોગદાન ધરાવે છે અને મને ખાતરી છે કે ચેમ્બર ઓફ કોમર્સ પ્રતિનિધિત્વ, વિકાસ, તથા સુધારા માટે ખૂબ જરૂરી એવું મંચ બની રહેશે. આ માટે કેનેડાના અર્થતંત્રને મંજબૂત કરવા માટે આવશ્યક તમામ તક આપવા માટે CHEE એક ઉત્તમ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવશે.

કેનેડિયન હિન્દુ કોમ્યુનિટી આ કાર્યક્રમ માટે ખૂબ જ આતુર હતા અને સંસ્થાના ભવિષ્યના વિકાસ માટે ખૂબ જ ઉત્સુક છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ગુયાના, ત્રિનિદાદ, દક્ષિણ આફ્રિકા, ફિજીમાંથી આવેલા 3જી પેઢીના કેનેડાવાસીઓ તરફથી આ સંગઠન હિતધારકો ધરાવે છે.

અનેક અનેક મહાનુભાવોનું યોગદાન
CHCCના પ્રમુખ-નરેશકુમાર ચાવડા, ડિરેક્ટર-અમિત ચૌધરી, ગણેશ પરિદા, ભાવેશ ભટ્ટ, સુરેશ અગ્રવાલ, એડવાઈઝરી બોર્ડના સભ્ય પ્રશાંત શ્રીવાસ્તવ, બોર્ડ ઓફ ટ્રસ્ટી ભરત ચાવડા, આજીવન સભ્ય રવિ હૂડા, અભિરામ સાહુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા એગ્રો ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેનેડાના નાગરિકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.