તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USમાં ત્રણ ગુજરાતીના મોત:નવા ખરીદેલા ઘરના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પટેલ પરિવારના માતા-પુત્રી અને સસરાનું મોત

ન્યુજર્સી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ન્યુજર્સીના ઈસ્ટ બર્નસ્વિક ખાતે પટેલ પરિવારે હાલમાં ઘર ખરીદ્યું હતું. ત્રણ લોકોના મોતથી વલોપાત કરતાં પરિવારના લોકો. - Divya Bhaskar
ન્યુજર્સીના ઈસ્ટ બર્નસ્વિક ખાતે પટેલ પરિવારે હાલમાં ઘર ખરીદ્યું હતું. ત્રણ લોકોના મોતથી વલોપાત કરતાં પરિવારના લોકો.
  • પટેલ પરિવારે હાલમાં જ 3.4 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું ઘર
  • ત્રણ લોકો આ રીતે સ્વિમિંગ પૂલમાં ડૂબીને મરી જાય એ વાત ગળે ઉતરતી નથી: પાડોશી

અમેરિકાના ન્યુજર્સીમાં ઘરની પાછળ સ્વિમિંગ પૂલમાં એક ગુજરાતી પરિવારના ત્રણ લોકો શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પટેલ પરિવારે હાલમાં ખરીદેલા ઘરના સ્વિવિંગ પૂલમાં  ગુજરાતી વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતહેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ત્રણેયના ડૂબી જવાથી મોત થયાનું બહાર આવ્યું છે.. 

ન્યુજર્સીના ઈસ્ટ બર્નસ્વિક ખાતે ક્લિયર વ્યૂ રોડ પર પટેલ પરિવારે હાલમાં અંદાજે 3.4 કરોડ રૂપિયા ($451,000)માં નવું મકાન ખરીદ્યું હતું. દરમિયાન ગત્ સોમવારે આ ઘરમાંચી સીચો સંભળાતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્રણેય લોકોને સીપીઆર આપી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બચાવી શકાયા નહોતા.મૃતકોમાં 33 વર્ષીય નિશા પટેલ અને તેની 8 વર્ષીય દીકરી તથા સસરા  62 વર્ષીય ભરત પટેલ સામેલ છે.

ઘરનો એરીયલ વ્યૂ તથા દુ:ખી પરિવારજનો.
ઘરનો એરીયલ વ્યૂ તથા દુ:ખી પરિવારજનો.

પહેલા વીજ શોક અપાયાની હતી શંકા
આ પ્રકરણમાં પોલીસને પહેલા ત્રણેય લોકોને વીજ શોક આપીને માર નાંખ્યા હોવાની શંકા ગઈ હતી, કેમ કે ઘરની પાછળના ભાગમાં આવેલો સ્વિમિંગ પૂલ જમીનથી થોડો ઉપર હતો. પાડોશીએ પણ વીજ શોક અપાયાની શંકા વ્યક્ત કરી હતી. પાડોશી ફીલ પીટરસને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘‘ઘટનાના થોડા સમય પછી જ વિસ્તારમાં ઈલેક્ટ્રીશ્યનનો ટ્રક જોવા મળ્યો હતો. મારો કહેવાનો અર્થ એ છે કે ત્રણ લોકો આ રીતે સ્વિમિંગ પૂલમાં ડૂબીને મરી જાય એ વાત ગળે ઉતરે તેવી નથી.’’  આ ઘરના જૂના માલિકે પણ  સ્વિમિંગ પૂલમાં ક્યારેય પ્રોબ્લેમ આવ્યાની વાતનો ઈનકાર કર્યો હતો. 

ત્રણેય કેવી રીતે ડૂબ્યા એ પોલીસ માટે બન્યો કોયડો
પોલીસે વીજ શોક અપાયાની થીયરનો પાછળથી ઈનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સ્વિમિંગ પૂલના વચ્ચેનો અને છેડાનો ભાગ ઊંડો છે. પ્રાથમિક તપાસમાં ત્રણેય લોકોને ખૂબ સારું તરતાં આવડતું ન હોવાથી ઘટના બની હોઈ શકે એવી શંકા પોલીસે વ્યક્ત કરી છે. 

મેયરે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
મેયર બ્રાડ કોહનએ જણાવ્યું હતું કે, ‘‘આ ઘટના આખા ઈસ્ટ બર્નસ્વિક માટે આઘાતજનક છે. મૃતકોના પરિવાર સાથે અમે લાગણી વ્યક્ત કરીએ છીએ.’’ આ ઘટનાના સમાચાર મળતાં જ પરિવારજનો અને સંબંધીઓ મોટી સંખ્યામાં ઘર પર એકત્ર થયા હતા. જોકે તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser