દુબઈમાં ગુજરાતી દંપતીની હત્યા / ઓઈલ કંપનીના ડિરેક્ટર યુવક અને તેની પત્નીની હત્યા, લૂંટના ઈરાદે ઘરમાં ઘુસી પાકિસ્તાનીએ ચાકુથી હુમલો કર્યો

દુબઈના એરેબિયન રેન્ચેસ વિલાની તસવીર, જ્યાં ગુજરાતી દંપતીની હત્યા કરવામાં આવી હતી. ઈન્સેટ તસવીરમાં પાકિસ્તાની આરોપી.
દુબઈના એરેબિયન રેન્ચેસ વિલાની તસવીર, જ્યાં ગુજરાતી દંપતીની હત્યા કરવામાં આવી હતી. ઈન્સેટ તસવીરમાં પાકિસ્તાની આરોપી.
X
દુબઈના એરેબિયન રેન્ચેસ વિલાની તસવીર, જ્યાં ગુજરાતી દંપતીની હત્યા કરવામાં આવી હતી. ઈન્સેટ તસવીરમાં પાકિસ્તાની આરોપી.દુબઈના એરેબિયન રેન્ચેસ વિલાની તસવીર, જ્યાં ગુજરાતી દંપતીની હત્યા કરવામાં આવી હતી. ઈન્સેટ તસવીરમાં પાકિસ્તાની આરોપી.

  • આરોપી બે વર્ષ પહેલાં મેન્ટેનન્સ માટે ઘરમાં આવી ચૂક્યો હતો
  • હિરેન અઢિયા શારજાહમાં એક મોટી ઓઈલ કંપનીમાં ડિરેક્ટર હતા

દિવ્ય ભાસ્કર

Jun 24, 2020, 03:19 PM IST

દુબઈ. મૂળ ગુજરાતના અને દુબઈમાં રહેતાં એક મોટી ઓઈલ કંપનીના ડિરેક્ટર અને તેની પત્નીની પાકિસ્તાની દ્વારા હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ 18 જૂનનો છે.  પોલીસના કહેવા મુજબ આરોપી પૉશ વિસ્તાર એરેબિયન રેન્ચેસમાં ગુજરાતી દંપતીની ઘરમાં ચોરી-લૂંટના ઈરાદે ઘૂસ્યો હતો. આ દરમિયાન તેની ઉંઘ ઉડી ગઈ હતી. વિરોધ કરતા આરોપીએ પતિ-પત્ની બંનેની હત્યા કરી નાખી હતી. તેમની દીકરી પણ પર ચાકુથી હુમલો કર્યો હતો. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોપી બે વર્ષ પહેલાં મેન્ટેનન્સ માટે આ ઘરમાં આવી ચૂક્યો હતો. 
 
મોટી કંપનીમાં ડિરેક્ટર હતા હિરેન અઢિયા
યુએઈના અખબાર ‘ખલિલ ટાઈમ્સ’ મુજબ હિરેન અઢિયા અને તેમના પત્ની વિધિ અઢિયાની ઉંમર અંદાજે 40 વર્ષની હશે. તેમને 18 વર્ષની દીકરી અને 13 વર્ષનો પુત્ર છે. હિરેન અઢિયા શારજાહમાં એક મોટી ઓઈલ કંપનીમાં ડિરેક્ટર હતા. 

કેવી રીતે બની ઘટના?
ઘટના 18ની રાતની છે, જ્યારે પરિવાર ઉંઘી રહ્યો હતો. આરોપી દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો. આરોપીએ પહેલા હિરેનના બેડરૂમમાં પહોંચી પર્સમાંથી પૈસા કાઢ્યા હતા. જ્યારે તે બીજી કિંમતી વસ્તુઓ શોધી રહ્યો હતો ત્યારે અવાજથી હિરેનની ઉંધ ખુલ્લી ગઈ હતી. હિરેને આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે ચાકુથી હુમલો કર્યો હતો. હિરેનની ચીસ સાંભળીને પત્ની વિધિ જાગી ગઈ હતી. આરોપીએ તેના પર પણ હુમલો કર્યો હતો. બાદમાં બંનેનું મોત નિપજ્યું હતું.

દીકરીએ પણ આરોપીને પકડવાનો કર્યો પ્રયાસ
હિરેન અને વિધિની ચીસો સાંભળીને આરોપી ઉપરના માળ તરફ ભાગ્યો હતો. અહીં દંપતીની દીકરીએ તેને અટકાવવો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન તેણે છોકરી પણ હુમલો કરી દીધો હતો. જેમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પુત્રીએ જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. 

પાકિસ્તાની આરોપીની ધરપકડ
આરોપીને હિરેન અને વિધિની પુત્રીએ જોઈ ગઈ હતી. તેણે પોલીસને જાણકારી આપી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે પાકિસ્તાની નાગરિક છે. બે વર્ષ પહેલા મેન્ટેનન્સ માટે આ ઘરમાં આવ્યો હતો. હાલ તે બેરોજગાર છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેને ખબર હતી કે અઢિયા પરિવાર અમીર છે, એટલા માટે તેણે લૂંટનું ષડયંત્ર રચ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી