દુઃખદ / ગુજરાતી અભિનેતા દીપક દવેનું હ્યદયરોગના હુમલાથી ન્યુયોર્કમાં અકાળે નિધન

Gujarati Actor Deepak Dave passed away in New York USA
X
Gujarati Actor Deepak Dave passed away in New York USA

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 01:26 PM IST

ન્યુયોર્ક. ગુજરાતી અભિનેતા અને વીઓ-ડબિંગ આર્ટીસ્ટ દીપક દવેનું ન્યુયોર્કમાં હ્યદયરોગના હુમલાથી અકાળે નિધન થયું છે. પ્રખ્યાત ગુજરાતી કવિ હરિન્દ્ર દવેના પુત્ર દીપક દવેએ ન્યુયોર્ક સ્થિત ભારતીય વિદ્યા ભવનની ઑફિસમાં અંતિમ શ્વાસ લીધા હતા.  ઉમદા એક્ટર અને ઘૂંટાયેલા અવાજના માલિક દીપક દવેના અવસાનથી ભારતીય સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. 

ગુજરાતી અભિનેતા દીપક દવેએ 15 ટીવી સીરિયલ અને 9 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 70થી વધુ નાટકો કર્યા હતા. તેમણે ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાના નાટકોમાં પણ એક્ટિંગ કરી હતી. તેમણે વીઓ આર્ટીસ્ટ અને ડબિંગ આર્ટીસ્ટ પણ ખૂબ નામના મેળવી હતી.  દીપક દવેના ‘ચિંગારી’ નાટકને દર્શકોને ખૂબ પ્રસંશા મળી હતી. 

દીપકે દવે વર્ષ 2003માં ભારતીય વિદ્યા ભવન, મુંબઈ સાથે ડિરેક્ટર ઓફ પ્રોગ્રામ્સ જોડાયા હતા. આ સંસ્થા વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના પ્રચારનું કામ કરે છે. બાદમાં તેમણે ભારતીય વિદ્યા ભવન, યુએસએમાં મેનેજર ઓફ પ્રોગ્રામ્સ તરીકે કામ શરૂ કર્યું હતું. વર્ષ 2008થી તેઓ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી