મેનેજમેન્ટ ગુરુ:વર્લ્ડના ટોપ-10 મેનેજમેન્ટ ગુરુ તરીકે ગૌરવ મેળવતાં ડો.શૈલેષ ઠાકર, વિશ્વના સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ટ્રેનર્સના એવોર્ડથી સન્માનિત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા શૈલેષ ઠાકરને યોગદાન અને ગતિશીલતા માટે બિરદાવ્યા હતા
  • ટોકિયોથી ટોરન્ટો સુધી 62 દેશોમાં તેઓ મેન્ટર્સ તરીકે પોતાનો ચાહક વર્ગ ધરાવે છે.

અમેરિકાના એટલાન્ટા સ્થિત IFLD (international fadration of learning and developmant ) દ્વારા સમગ્ર વિશ્વમાંથી વર્ષ 2022ના ટોપ 10 મેનેજમેન્ટ ટ્રેનર્સ કોચગુરુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ડૉ. શૈલેષ ઠાકરને વિશ્વના સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ટ્રેનર્સનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ગ્લોબલ કાઉન્સિલ IFLDના વાઈસ પ્રેસિડેન્ટ ટેરુ ઈસોબ (જાપાન) અને ગર્વનર ઓફિસના ડોનોવાન હેડના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે ટેરુ ઈસોબે કહ્યું કે- "શીખવું (લર્નિંગ) અને વિકાસ (ડેવલપમેન્ટ) તે ક્યારેય અટકી જતી પ્રક્રિયા નથી, તે નિરંતર હોય છે. જેમને કંઈક નવું શિખવાની ધગશ છે તે કોઈ પણ ઉંમર અને જગ્યાએ નવી નવી વસ્તુઓ શીખી શકે છે અને પોતાને અપડેટ કરી શકે છે. માન્ય અભ્યાસ જ બધું છે. તેથી જ સખત કૌશલ્યનું ઘણું જ મહત્વ હોય છે. પરંતુ તે જ તબક્કે, તેમને દ્રષ્ટી નિર્માણ, નિર્ણય લેવાની ક્ષમતા, જોખમ લેવાની આવડત, આગળ વધવાની હિંમત અને નેતૃત્વ કરવા માટે આત્મવિશ્વાસ જેવી કુશળતા શીખવાની જરૂર છે. પરંતુ તે જ તબક્કે, તેણે દ્રષ્ટિ નિર્માણ, નિર્ણય લેવા, જોખમ લેવા, આગળ વધવાની હિંમત અને નેતૃત્વ કરવા માટે આત્મવિશ્વાસ જેવી નરમ કુશળતા શીખવાની જરૂર છે."

શીખનાર ક્યારેય ફેલ થતા નથી, ટ્રેનર્સ નિષ્ફળ થાય છે: ડૉ. ઠાકર
વિશ્વ-2022ના ટોપ મોસ્ટ મેન્ટર, મેનેજમેન્ટ થિંકરનું સન્માન ડૉ. શૈલેષ ઠાકરને એનાયત કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે ડૉ. ઠાકરે કહ્યું કે, "શીખનાર ક્યારેય ફેલ થતા નથી, ટ્રેનર્સ નિષ્ફળ થાય છે. જીવન ઘણું જ નાનું છે તેથી નવું નવું શીખવાથી ઘણાં જ ફેરફાર અને તેની ચોક્કસ અસર જીવનમાં વર્તાય છે. નવી કુશળતા પ્રાપ્ત કરવાથી જીવનનું મૂલ્ય વધી શકે છે અને નવી ઊર્જા સાથે પરોક્ષ રીતે નવી ઉર્જા સાથે આગળ વધી શકાય છે. ઈનફેક્ટ, જીવન જીવવા માટે, પ્રેમ કરવા માટે અને માર્ગદર્શન આપવા માટે મુખ્ય પ્રેરણારૂપ સ્રોત પણ છે."

અતિ કઠીન આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 5000 વોટ
1લી ઓક્ટોબર, 2021થી 90 દિવસ સુધી ઓનલાઈન વોટિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ઓછામાં ઓછા 5000 મત મળવા જરૂરી હોય છે. સાનાનપીમ લાયજીનડેવર્ટ (થાઈલેન્ડ)ના નેતૃત્વમાં પાંચ જ્યુરી મેમ્બર્સે યાદી બહાર પાડી હતી. પ્રસ્તુતિમાં સર્જનાત્મકતા, તાલીમ અને વિકાસમાં યોગદાન, વિચારોની અસર, વિચાર રજૂ કરવાની રીત અને સોશિયલ મીડિયા કવરેજ તેમજ વર્તમાન સમયમાં અપનાવવામાં આવેલા ફેરફાર અને આનંદ, રમત જેવા ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા.

વિવિધ ઉચ્ચ આધાર સ્તંભને આધારે 10 વ્યક્તિની પસદંગી કરવામાં આવે છે. આ તપાસમાં કમિટીની રજૂઆત ડિજિટલ પ્રેઝન્સ અને કોન્ટ્રીબ્યુશન તેમજ ઇનોવેટિવ થિંકીંગને ધ્યાનમાં લેવાય છે.

ટોપના મેન્ટર્સની યાદીમાં પ્રથમ સ્થાને એક ભારતીય હતા જે ઘણી જ નોંધનિય વાત છે. ડૉ. ઠાકરે લગભગ પોતાના જીવનના ત્રણ દશકા શીખવા અને વિકાસમાં આપ્યા છે. તેમજ વિશ્વના લગભગ તમામ ક્ષેત્રોમાં 20,000 કલાકથી વધુ તેઓએ પોતાની સ્પીચ થકી માર્ગદર્શન આપ્યું છે.

આ પ્રસંગે ડૉ. ઠાકરે મુખ્ય સંબોધન તરીકે 5 ટીપ્સ શેર કરી
1. ગ્રાન્ડ પેરેન્ટ્સે આપણે ખૂબજ સુંદર પ્લાનેટ આપ્યું છે. ત્યારે આપણે બધાંએ એક ગ્રાન્ડ કિડ્સ તરીકે વધુ સારી રીતે આ પ્લાનેટ-પૃથ્વીની કાળજી રાખવી જોઈએ.
2. વિશ્વને સ્માર્ટ અને સમજદાર લોકોની જરૂર છે.
3. ટેક્નોલોજીને પ્રેમ કરો અને ટેક્નોસેવી એટલે કે ટેક્નોલોજીના જાણકાર બનો.
4. ડોક્યુમેન્ટ્સમાં વિશ્વાસ રાખો, અને ઈતિહાસના વિદ્યાર્થી બનો.
5. જીવનના આગામી સ્તરે પર જાવ. ભવિષ્ય પર ફોકસ કરો.

શા માટે ડો.શૈલેષ ઠાકર યાદીમાં છે?
ડૉ. ઠાકરે પોતાના જીવનના મહામૂલ્ય 32 વર્ષ શીખવા અને વિકાસમાં ઈન્વેસ્ટ કર્યા છે. તેમને લગભગ તમામ ક્ષેત્રમાં 20,000 કલાક જાહેરમાં પોતાની સ્પીચ આપી છે. ડૉ. ઠાકેર 550 સોફ્ટ સ્કિલ્સ ટ્રેઈનર્સ એચિવ કર્યા છે.120 જેટલાં પુસ્તકો લખ્યાં છે. 1950 મેનેજમેન્ટ વર્કશોપ, સમગ્ર વિશ્વમાંથી 1,90,000 સહભાગી. તેમજ 5000થી વધુ મુખ્ય સંબોધન અને મેનેજમેન્ટ સેશન્સ કર્યા છે.

ક્રાઇસિસ, ઓર્ગેનાઇઝેશન, પબ્લિક, ટાઈમ જેવા વિષયો સહિત હોલિસ્ટિક મેજમેન્ટમાં નિષ્ણાંત મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકર પ્રાઈડ ઓફ ઇન્ડિયા અને પ્રાઇડ ઓફ ગુજરાતથી પણ સન્માનિત છે.

અન્ય સમાચારો પણ છે...