સેવાકાર્ય:‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા બે’એ 15 હજાર માસ્ક ડોનેટ કર્યા, ભારતમાં પીએમ કેર ફંડમાં ફાળો આપ્યો

ટેમ્પા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં ‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા બે’એ પ્રશંસનીય કામગીરી બજાવી છે. ‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા બે’ દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં 15 હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે એડવેન્ટ  હેલ્થના સીઈઓ એરિકા સ્કુલાએ આભાર માનતા જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં  હોસ્પિટલમાં માસ્કની તાતી જરૂરિયાત  હોઈ  ‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા બે’ દ્વારા આપવામા આવેલ માસ્કનો જથ્થો  ઉપયોગી નીવડશે. ‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા’ દ્વારા આ ઉપરાંત ‘ફીડિંગ ટેમ્પા બે’ સંસ્થાને પણ માસ્ક ઉપરાંત 5 હજાર ડોલરની સહાય કરવામાં આવી હતી. ફીડિંગ ટેમ્પા બે જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડે છે. 

અમેરીકા  ઉપરાંત માતૃભૂમિ  ભારતમાં પણ મદદરૂપ  થવા ‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા બે’ દ્વારા  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પીએમ કેર ફંડ  તેમજ ગજરાતના મુખ્યમંત્રી  રાહતનિધિમાં  ઓનલાઈન ટ્રાન્સફર  મારફત ધનરાશિ જમા કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...