ક્રિસમસની ઉજવણી:અમેરિકાના આર્સેટિયામાં ક્રિસમસ પાર્ટીની ઉજવણી, લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલનું સન્માન કરાયું

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્સેટિયા ચેમ્બર ઓફ કોમર્સ, સિટી કાઉન્સિલ અને લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા ક્રિસમસ પાર્ટીનું આયોજન
  • મેયર રેને ટ્રેવેનો, કાઉન્સિલમેન અલી તાજ, સેરિટોઝ કોલેજના ડીન હોજે ફરેરો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા

અમેરિકાના આર્સેટિયા સિટીમાં ક્રિસમસ પાર્ટીની ઉજવણી થઈ હતી. જેમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્ય કરનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ભારતીયો અને ગુજરાતીઓનું પણ સમ્માન થયું હતું. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના આર્સેટિયા સિટી ખાતે આર્સેટિયા ચેમ્બર ઓફ કોમર્સ, સિટી કાઉન્સિલ અને આણંદના લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા ક્રિસમસ પાર્ટીનું આયોજન થયું હતું. વર્ષભર સેવાકીય અને સામાજિક કાર્યો કરનારા લોકોનું સમ્માન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદના લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરિમલ શાહ અને અન્ય ગુજરાતી ભારતીયોનું પણ સમ્માન થયું હતું.

આ કાર્યક્રમમાં સેનેટર બોબ આર્સિલેટા, આર્સેટિયાના મેયર રેને ટ્રેવેનો, કાઉન્સિલમેન અલી તાજ, સેરિટોઝ કોલેજના ડીન હોજે ફરેરો, કોલેજના ફાઉન્ડિંગ કમિટીના સભ્યો ઉપરાંત જાણીતા ટુર સંચાલક કિરીટ પટેલ, ઓવર્સિઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પી. કે. નાયક, ટીવી ઍશિયાના ટીવી હોસ્ટ ડોલી ઓઝ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે સેવાકીય કાર્ય કરનારનું પ્રમાણપત્ર આપી સમ્માન કરાયું હતું. દર વર્ષે ક્રિસમસની ઉજવણી વેળાએ જરૂરિયાતમંદોને વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. જોકે કોરોનાને કારણે આ વર્ષે કાર્યક્રમ યોજીને નહીં પણ જરૂરિયાતમંદોને તેમના સ્થાને જઈને મદદ આપવામાં આવી હતી. લેબોન હોસ્પિટલીટી ગ્રુપ દ્વારા આ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં રમકડાં અને અન્ય વસ્તુ ભેટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...