તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી સેલિબ્રેશન:કેનેડાના એડમેન્ટનમાં તિરંગા સાથે કાર રેલી નીકળી, અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો

એડમેન્ટનએક મહિનો પહેલા
 • વાતાવરણ અશાંત થતાં પોલીસની ટૂકડીઓ ઉતરી
 • સમજાવટ બાદ શાંતિપૂર્વક રેલીનું આયોજન કરાયું

માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કેનેડાના એડમેન્ટનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. હોળીના તહેવાર નિમિત્તે એડમેન્ટનમાં તિરંગા કાર રેલી સાથે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ કાર્યક્રમ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં પોલીસ પહોંચી હતી અને આયજકોએ સમજાવતા કોવિડ અને ટ્રાફિક નિયમોના પાલન સાથે કાર રેલી યોજાઈ હતી.

પોલીસ વચ્ચે પડતાં વિરોધીઓ થોડા દૂર ગયા
એડમેન્ટનમાં શાંતિ અને એકતાની ભાવના સાથે ‘તિરંગા કાર રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ચાલુ થયાના થોડા જ સમયમાં કેટલાક અસામાજિક તત્વોએ આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ પોલીસ વચ્ચે પડતાં વિરોધીઓ થોડા દૂર જતા રહ્યાં હતા, જોકે થોડીવારમાં વધુ સંખ્યામાં ભેગા થઇને કાર રેલી શરૂ થવાની હતી એ જ સમયે ચાર પિક અપ ટ્રક વચ્ચે મુકીને અવરોધ ઉભો કર્યો હતો.

બે કલાક નારેબાજી ચાલી
અસામાજિક તત્વો રસ્તા પર બેસી ગયા હતા. લગભગ બે કલાક સુધી બન્ને બાજુથી નારેબાજી ચાલુ રહી હતી. વાતવરણ તંગ થતા પોલીસની ટૂકડીઓમાં વધારો કરવામાં આવ્યો હતો. તેમ છતાં વાતાવરણ શાંત ન થતાં સ્પેશિયલ ફોર્સ પર ઉતારવામાં આવી હતી. બન્ને પક્ષોને ભેગા કરીને કાર રેલી અગ્રણીઓ દ્વારા ખૂબ જ શાંતિથી સમજાવવામાં આવ્યું હતું કે આ કોઇ રાજકીય રેલી નથી કે કોઇ બીજા કારણથી રેલી કાઢવામાં આવી નથી. આ માત્ર હોળીની ઉજવણી અને શાંતિ-એકતા સાથે ભારતીયતાની છે. ત્યારબાદ કાર રેલી નિયમોનુસાર નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો