છેલ્લા લગભગ દોઢ વર્ષથી કોવિડને કારણે માનવ જાણે બંધાય ગયો હતો, અને એમાં પણ ઉત્સવપ્રિય ગુજરાતીઓ માટે તો ઘણું કઠિન જ્યારે પડોશીના ઘરે પણ ન જવાતું હતું! હવે માસ્ક ફ્રી અને સોશિયલ ગેધરિંગની કોઈ લિમિટ ન રહેતા ગુજરાતીઓ અને એડમેન્ટનમાં બધા હોટ સમરને મનથી માણી રહ્યા છે.
હમણાં થોડા દિવસો પહેલા જ ગરવી ગુજરાત એસોસિએશન દ્રારા યોજાયેલી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી, બે દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટને ગુજરાતીઓએ ગરમાં ગરમ ચા-ગોટાના નાસ્તા સાથે માણી હતી. આ જ ટુર્નામેન્ટના બીજા દિવસે એક નોંધવા જેવી વાત એ હતી કે, જેમને પણ ગુજરાતી પુસ્તકો જોઈએ એમને માટે એક લાયબ્રેરી ખુલ્લી મુકાય હતી કે જેમાંથી સિનિયર્સથી માંડી બાળકો સુધીના ઘણાએ ગુજરાતી સાહિત્યના પુસ્તકો મફત લીધા હતા. હવે ઓગષ્ટની આઠમીએ સિનિયર્સની એક પિકનીકનું આયોજન થઈ રહ્યું છે અને આ જ મહિનાના અંતે એક બીજી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય રહી છે કે જેને ઇન્ડિયા કપ નામ આપવામાં આવ્યું છે.
આલ્બર્ટામાં કુલ 2719 કેસ એક્ટિવ
હવે ગુજરાતીઓના નસ નસમાં વહેતા થનગનાટ ભર્યા નવરાત્રિના ઉત્સવને ઉજવવા જયારે બધાના મન ઉછળી રહ્યા છે ત્યારે બધા એવું વિચારી રહ્યા છે કે ક્યાંક આ ડેલ્ટા વેરિઅન્ટ ધીમે ધીમે આવી રહ્યો છે એ અટકે. આ લખાય રહ્યું છે ત્યારે ( ઓગષ્ટ 5) આજે નવા વેરીએન્ટના 133 કેસ નોંધાયા છે, અને 369 નવા કોવિડ કેસ આલ્બર્ટામાં નોંધાયા છે અને હમણાં ટોટલ એક્ટિવ કેસ 2719 આલ્બર્ટામાં છે.
( અહેવાલ અને તસવીરો- મનિશ પટેલ, એડમેન્ટન)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.