યુકેની યુનિવર્સિટીઝ સંકટમાં:આ વર્ષે અડધા ઈન્ડિયન સ્ટુડન્ટ બ્રિટન ભણવા નહીં જાય, 40 હજાર કરોડ સુધીના નુકસાનની શક્યતા

લંડન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટેમ્બરમાં ઈન્ડિયન સ્ટુડન્ટના રજીસ્ટ્રેશનમાં 50 ટકાના ઘટાડાની શક્યતા

કોરોના મહામારીના કારણે બ્રિટનની યુનિવર્સિટીઝને ઈન્ડિયન સ્ટુડન્ટના રજીસ્ટ્રેશનથી થનારી 1.4થી 4.3 બિલિયન પાઉન્ડ સુધીની રકમનું નુકસાન થઈ શકે છે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફિસ્કલ સ્ટડિઝ દ્વારા પબ્લિશ રિપોર્ટ મુજબ બ્રિટનની 13 યુનિવર્સિટીને આર્થિક સહાયતા નહી મળે તો સંકટમાં આવી શકે છે. રિપોર્ટ મુજબ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટના સામાન્ય કોટામાંથી આ વર્ષે સપ્ટેમ્બરમાં લગભગ અડધા યુકેની યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન ન કરાવે તેવી શક્યતા છે. 

ઈન્ડિયન નેશનલ સ્ટુડન્ટ એસોસિએશન યુકેના પ્રેસિડન્ટ અમિત તિવારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી સપ્ટેમ્બરમાં ઈન્ડિયન સ્ટુડન્ટના રજીસ્ટ્રેશનમાં 50 ટકાનો ઘટાડો નોંધાઇ તો કોઈ આશ્ચર્યની વાત નહી હોય. તેઓ ડોમેસ્ટિક સ્ટુડન્ટથી ત્રણ ગણી વધારે ચૂકવણી કરે છે. આવી સ્થિતિમાં બ્રિટનની યુનિવર્સિટી પર ખરાબ અસર પડશે. 

‘યુનિવર્સિટીને કોવિડ-19 સકંટથી બચવા માટે શું આર્થિક સપોર્ટની આવશ્યકતા હશે’ શીર્ષકથી પબ્લિશ થયેલા રિપોર્ટ અનુસાર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટમાં ઘટાડાના કારણે આવકમાં 3થી 19 બિલિયન પાઉન્ડ (27 હજાર કરોડથી 1.77 લાખ કરોડ) સુધીનું નુકસાન જવાની શક્યતા છે. જેમાંથી ઈન્ડિયન સ્ટુડન્ટના ઘટાડાથી 1.4થી 4.3 બિલિયન પાઉન્ડ (13000 કરોડથી 40000 કરોડ) સુધીની નુકસાન જવાની શક્યાત સેવાઈ રહી છે. 

અન્ય સમાચારો પણ છે...